કેન્દ્ર સરકાર તરફથી રાજયો પર થશે ધનવર્ષા

  • February 05, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની અર્થવ્યવસ્થામાં તેજી અને વધુ ટેકસ કલેકશનને કારણે કેન્દ્ર સરકાર તરફથી રાયો પર ધનવર્ષા થવાની છે. કેન્દ્રીય કરના હિસ્સા તરીકે રાયોને આવતા વર્ષે કેન્દ્ર પાસેથી . ૧.૧૫ લાખ કરોડ વધુ મળવાની અપેક્ષા છે. ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષમાં રાયોને પહેલેથી જ અંદાજિત રકમ કરતાં લગભગ ૮૩૦૦૦ કરોડ પિયા વધુ રકમ આપવામાં આવશે. કેન્દ્ર પાસેથી વધુ ભંડોળ મળવાથી રાયોના વિકાસને પાંખો મળશે અને વિકાસ યોજનાઓ અને જન કલ્યાણના પગલાંમાં વધારો થવાની સાથે રોજગારીની તકો પણ વધશે.


કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ (૨૦૨૪–૨૦૨૫)માં ટેકસના હિસ્સા તરીકે રાયોને . ૧૨.૨૦ લાખ કરોડ આપશે, યારે ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૩–૨૪)માં . ૧૧.૦૫ લાખ કરોડ આપવામાં આવી રહ્યા છે. આ રકમનો સૌથી વધુ ફાયદો ઉત્તર પ્રદેશને થશે, જે ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં આવતા વર્ષે લગભગ . ૨૦,૦૦૦ કરોડ વધુ મળશે. દેશમાં આ વર્ષે આર્થિક પ્રગતિના કારણે કર વસૂલાત અપેક્ષા કરતા વધુ થઈ છે.

ગત બજેટમાં રાયોને વહેંચવામાં આવનાર ટેકસ કલેકશન ૧૦.૨૧ લાખ કરોડ પિયા હોવાનો અંદાજ હતો, પરંતુ હવે લાગે છે કે આ રકમ ૧૧.૦૪ લાખ કરોડ પિયા હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે રાયોને અગાઉની અંદાજિત રકમ કરતાં ૮૩ હજાર કરોડ પિયા વધુ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application