રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરની મુલાકાત બાદ આપવામાં આવેલા કેટલાક સૂચનોને અનુસરીને હોસ્પિટલ તત્રં સુધારા વધારા કરી રહ્યું છે. જે પૈકી એમસીએચ(ઝનાના) અને પીડીયુના જુદા જુદા વિભાગમાં બિનજરી કલાસ–૩ અને ૪ના કર્મચારીઓના મહેકમ ઉપર કાતર મુકવામાં આવશે. વધુ કર્મચારીઓ હોવા છતાં વિભાગમાં કામગીરી ન દેખાતી હોય એવા વિભાગમાં પૂરતો જ મેનપાવર રાખવા માટે વિભાગના વડાઓ, વોર્ડના ઇન્ચાર્જને પણ સૂચના આપવામાં આવતા કઈ જગ્યાએ ક્રોપ કટિંગ થઇ શકે તે અંગેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
પ્રા માહિતી મુજબ સિવિલ હોસ્પિટલ તત્રં દ્રારા છેલ્લા ત્રણેક દિવસથી જુદા જુદા મુદ્દાઓને લઈને મિટિંગનો દૌર શ કર્યેા છે. હોસ્પિટલના મેનેજમેન્ટ લેવલે કરવાના ફેરફારો, રોગી કલ્યાણ સમિતિમાં આવક વધાર માટે શું કરી શકાય, રોગી કલ્યાણ સમિતિની આવકમાંથી જે કોન્ટ્રાકટ કર્મચારીને પગાર ચૂકવવામાં આવે છે એ કમર્ચારીઓમાં ઘટાડો કરવો, પીએમજેએવાય યોજના હેઠળ કલેઇમનિસ સંખ્યા વધારવા અને સરકારી તિજોરીને બિનજરી આર્થિક નુકશાન ન જાય એ માટે ઓઉટસોર્સના બિનજરી કર્મચારીઓને છુટા કરવા સહિતની બાબતે ચર્ચા–વિચારણા કરવામાં આવી રહી છે.
શનિવારના રોજ આરોગ્ય કમિશનરે સિવિલ અને ઝનાનાની વિઝીટ દરમિયાન કેટલીક બાબતો તેમની નજરે ચડી હતી એ અંગે પીડીયું ખાતેની મિટિંગમાં જરી ચર્ચા કરી સૂચનો આપ્યા હતા. જે સૂચનાની અમલવારી તાકીદ અસરથી કરવા માટે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાના અધ્યક્ષ સ્થાને અને એડી.સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.એચ.સી.કયાડા, સિનિયર આરએમઓ અને વહીવટી અધિકારી ડો.એમ.સી.ચાવડા, આરએમઓ ડો.હર્ષદ દૂસરા સહિતના તબીબ અધિકારીઓની હાજરીમાં મિટિંગનો ધમધમાટ ચાલી રહયો છે
ઝનાનામાં સ્ટાફની સાથે કામચોરી વધુ
ઝનાના હોસ્પિટલમાં ગાયનેક અને પીડિયાટિ્રક વિભાગ વચ્ચે કોન્ટ્રાકટ બેઝ પરના ૪૦૦થી વધુ નસગ સ્ટાફનું મહેકમ છે, આ ઉપરાંત કાયમી નસગ સ્ટાફ સહિતના કર્મચારીનું વિશાળ સેટઅપ છે એમ છતાં વોર્ડ–વિભાગમાં કામને લઈને દાંડાઈ કરવામાં આવી રહી છે, કોન્ટ્રાકટ બેઝનો મોટાભાગનો સ્ટાફ મોબાઈલમાં મસ્ત અને મોટાભાગના સિનિયર નસગ સ્ટાફની કામચોરી ઉડીને આંખે વળેગે એવી છે. જો કે રેસિડેન્ટ પણ કેટલુંક કામ નસગ સ્ટાફ ઉપર છોડી દેતા હોવાથી સરવાળે દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech