પંચાયતોની ચૂંટણીમાં કાલે પરિણામ એક પણ બેઠક પર રિ–પોલિંગ નહીં થાય

  • February 17, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ક્યાંક ઈવીએમ બગડયાની ફરિયાદ તો બટન નહીં દબાતુ હોવાઙ્ગા કારણે હોબાળો મચ્યો તો ભાજપ્ને મત આપતા વિડીયો વાયરલ થતા હોબાળો થયો અનેક જગ્યાએ લગ્નને કારણે વર વધુ દ્વારા મતદાનના પ્રસંગો સર્જાયા તો કેટલીક જગ્યાએ મતદાન ઓછુ થવાના કારણે રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાયા છે. આવતીકાલે મતગણતરી યોજાશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કયર્િ છે.  
જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. મતદાન સમયે ઇવીએમ માં ક્ષતિની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.તેની વચ્ચે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઇવીએમ માં કેદ થયું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે  સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતુ. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતયર્િ હતા, કુલ 36 લાખ 71 હજાર 479 મતદારો પોતાનો મતાધિકાર મળ્યો હતો
રાજ્યમાં પાલિકા- પંચાયતની યોજાયેલા મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઝપાઝપી તથા શાબ્દિક ટપાટપીની ઘટનાઓ સર્જાઈ હતી, જોકે મોટા અનિચ્છનીય બનાવ વિના એકંદરે મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું.
 રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44.32 ટકા, અમદાવાદ સહિત ત્રણ મનપાની ત્રણ બેઠકની ચૂંટણીમાં સરેરાશ 31.72 ટકા, નગરપાલિકાઓમાં 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 61.65 ટકા, મધ્યસત્ર હેઠળની બે નગરપાલિકાની ચૂંટણીમાં 35.23 ટકા અને પેટા ચૂંટણી હેઠળની 19 બેઠકો ઉપર 37.85 ટકા, જિલ્લ ા પંચાયતોની પેટા ચૂંટણીમાં આઠ બેઠકો ઉપર સરેરાશ 43.67 ટકા તેમજ તાલુકા પંચાયતોમાં ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 65.07 ટકા તથા પેટા ચૂંટણી હેઠળની ૭૬ બેઠકો પર સરેરાશ પ૭.૦૧ ટકા મતદાન નોંધાયું છે. કુલ ૧૦,૧૬૦થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમના પટારામાં સીલ થયું છે. જેની ગણતરી આવતીકાલે હાથ ધરાશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે કોઈ પણ જગ્યાએ પુન: મતદાનની ફરજ પડી નથી.આવતીકાલે તમામ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઇને ચૂંટણી પચં દ્રારા તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે આવતીકાલે સાંજ સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application