લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ કેન્દ્રમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી રવિવારે (09 જૂન) ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, જેની તૈયારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે 7.15 કલાકે યોજાશે. આ બધા વચ્ચે મોદી 3.0ના કેબિનેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની સાથે લગભગ 52 થી 55 મંત્રીઓ શપથ લઈ શકે છે. જેમાં 19 થી 22 મંત્રીમંડળ અને લગભગ 33 થી 35 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે TDP, JDU, LJP સહિત RLD, જનસેના, JDS અને અપના દળ NDAના ઘટક પક્ષો તરીકે સરકારમાં સામેલ થઈ શકે છે.
NDAના ઘટક દળને શું મળશે?
સૂત્રોનું માનીએ તો ટીડીપીને એક કેબિનેટ, બે રાજ્ય મંત્રી, જેડીયુને એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદ, શિવસેના, એલજેપી, આરએલડી અને એનસીપીને એક-એક મંત્રી પદ આપીને સરકારમાં સામેલ કરી શકે છે.
મોદી કેબિનેટમાં જાતિ પર નહીં, પણ પ્રાદેશિક સંતુલન પર રહેશે ભાર!
આ સાથે મોદી સરકારની કેબિનેટમાં જાતિ કરતાં પ્રાદેશિક સંતુલન પર વધુ ભાર મુકવામાં આવે તેવી શક્યતા છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમની દેખરેખ માટે એક કેબિનેટ હશે. મંત્રીઓની પસંદગી કરતી વખતે તેમના અનુભવ અને શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે.
આ હોઈ શકે છે મોદી સરકારના સંભવિત ચહેરા
યુપી થી
રાજનાથ સિંહ, જિતિન પ્રસાદ, એસપી સિંહ બઘેલ, પંકજ ચૌધરી.
ગુજરાત માંથી
અમિત શાહ, મનસુખ માંડવિયા.
એમપી તરફથી
જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજ સિંહ ચૌહાણ.
હરિયાણાથી
રાવ ઈન્દ્રજીત, કૃષ્ણપાલ ગુર્જર, મનોહર લાલ ખટ્ટર.
રાજસ્થાન થી
અર્જુન મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ
મહારાષ્ટ્રમાંથી
નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, નારાયણ રાણે
ઓડિશાથી
વૈજયંત પાંડા, અપરાજિતા સારંગી
આ નામની પણ ચાલી રહી છે ચર્ચા
એસ. જયશંકર, જેપી નડ્ડા, ડૉ. જિતેન્દ્ર સિંહ, અશ્વની વૈષ્ણવ, શાંતનુ ઠાકુર, સુરેશ ગોપી, વિપ્લવ દેબ, સર્બાનંદ સોનેવાલ, હરદીપ પુરી, તાપીર ગાંવ, સંજય બંડી/જી કિશન રેડ્ડી, પ્રહલાદ જોશી, શોભા કરંદજલે, પીસી મોહન અને રાજીવ ચંદ્રશેખ.
સહયોગી દળના આ નેતાઓ બની શકે છે મંત્રી
આરએલડીમાંથી જયંત ચૌધરી, જેડીયુમાંથી લલ્લન સિંહ અથવા સંજય ઝામાંથી કોઈ એક, શિવસેના (શિંદે)માંથી રામનાથ ઠાકુર, પ્રતાપ રાવ જાધવ, એલજેપીથી ચિરાગ પાસવાન, જેડીએસમાંથી કુમાર સ્વામી, ટીડીપીમાંથી રામ મોહન નાયડુ, કે રવિન્દ્રન એનસીપીમાંથી પ્રફુલ પટેલ અને અપના દળથી અનુપ્રિયા પટેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech