પોરબંદર સહિત રાજ્યભરમાં સવારે ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા અપીલ થઈ છે.
દુનિયાભરના લોકોએ ઓકટોબર નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભૂત આનંદ મેળવ્યો હતો ત્યારે વર્ષ ૨૦૨૪ નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો આજથી તા. ૧૬મી ડિસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે. રાજયના લોકો તા. ૧૩ અને ૧૪ એમ બે દિવસ આકાશમાં ઉલ્કાવર્ષા આહલાદક જોઈ શકશે. રાજયમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો આનંદ મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
‘જાથા’ ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે ડિસેમ્બર માસમાં તા. ૭ મી થી ૧૬ સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકમાં ૧૦ થી ૫૦ અને વધુમાં વધુ ૧૨૦ (એકસો વીસ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. આજથી ક્રમશ: ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા. ૧૩ અને ૧૪ બે દિવસ દક્ષિણ ગોળાર્ધમાંથી મધ્યરાત્રિ બાદ પરોઢ સુધી સુધી ખૂબ જ સારી રીતે જેમીનીડીસ ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. જો કે તા. ૧૩, ૧૪ ના રોજ અમદાવાદમાં સવારે ૫ કલાકે, રાજકોટમાં સવારે ૬ થી ૬-૩૦ કલાકની વચ્ચે સૂર્યોદય પહેલા ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. રાજયના લોકો તા. ૧૩ અને ૧૪ ના રોજ મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી આહલાદક ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે.
વધુમાં પંડયા જણાવે છે કે જેમીનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તા. ૧૩ અને ૧૪ બે દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. ઉતર, પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે. ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે-રાત્રે ઉલ્કાવર્ષા થાય છે. તા. ૧૩ અને ૧૪ બે દિવસ ઉલ્કા જોવાનું ચુકશો નહિ. ખગોળપ્રેમીઓ દરિયાઈ કિનારે તથા પર્વતીય - ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી પડાવ નાખશે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. સેક્ધડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો આકાશમાં જોવા મળશે.
જેમીનીડસ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે. શરૂઆતમાં રાત્રે દર કલાકે ૫ થી ૧૦ કરતા વધીને ૫૦ થી ૧૨૦ ઉલ્કા ખરતી જોવા મળશે. તેની ઝડપ પ્રતિ સેક્ધડ ૭૦ કિ.મી. ઝડપે વધીને ૧૩૦ કિ.મી. ઝડપે પડશે. મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢે સ્પષ્ટ જોઈ શકાશે. જેમિનિડસ ખૂબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયરબોલમાં ફેરવાઈ જાય છે. ઉલ્કાવર્ષા પીળા, લીલા અને વાદળી એમ વિવિધ કલરોમાં જોઈ શકાય છે. જેમિનિડસ ખરતા તારાનું નિર્માણ ૩,૨૦૦ ફાયેથોન તરીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડામાંથી થયું હોય છે. સદીઓ વીતતાં આ નાના ગ્રહો ઉપગ્રહોમાં ફેરવાઈ જાય છે. આ નજારો જોવા મળે તો જીંદગીનો રોમાંચક અનુભવ ગણાશે.ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરી છે. જેમીનીડસ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં ત્રણ દિવસીય મધ્યરાત્રિ - પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.
જેમીનીડસ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, કાર્તિક ભટ્ટ, અશ્ર્વિન કુગશીયા, નિર્મળ મેત્રા, વિક્રમ કુગશીયા, ભોજાભાઈ ટોયટા, આકાશ પંડયા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, હર્ષાબેન વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, વિગેરે અનેક સદસ્યો જોડાયા છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ ગામના યુવાનો સાથે આ કારણે લગ્ન કરવા નથી ઈચ્છતી યુવતીઓ!
December 12, 2024 04:59 PMમાદાની શોધમાં નર વ્હેલએ ત્રણ મહાસાગર કર્યા પાર, 13 હજાર કિમીનું અંતર કાપીને તોડ્યો રેકોર્ડ
December 12, 2024 04:57 PMશું તમે જાણો છો બજારમાં મળતા એનર્જી ડ્રિંક્સ શરીર માટે કેટલા નુકશાનકારક?
December 12, 2024 04:49 PMપ્રાઈવેટ કંપનીઓને થાય છે જોરદાર નફો, પણ કર્મચારીઓના પગાર ત્યાં ને ત્યાં જ? હવે સરકાર કરશે હસ્તક્ષેપ
December 12, 2024 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech