રાજયમાં પહેલી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમોમાં થશે ફેરફાર

  • March 18, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧લી એપ્રિલથી રાયમાં દસ્તાવેજ નોંધણીના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ પરિપત્ર નોંધણી નિરીક્ષક અને સ્ટેમ્પના અધિક્ષકની કચેરી દ્રારા જારી કરવામાં આવ્યો છે. જે મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે. અત્યાર સુધી, દસ્તાવેજની નોંધણી સમયે, જે વ્યકિતના નામે દસ્તાવેજ જારી કરવામાં આવ્યો છે તેના અંગૂઠાની છાપ, તેમજ રજૂ કરાયેલ સ્થાવર મિલકતના ટ્રાન્સફરના ખતના સંદર્ભમાં દરેક લખનાર અને લેનારના અંગૂઠાની છાપ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો નોંધણી માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, ધંધો અને મોબાઈલ નંબર રજીસ્ટર થતો ન હતો, પરંતુ ૧ એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે. આ પરિપત્રની નકલ રાયભરની સબ–રજિસ્ટ્રાર કચેરીઓને મોકલી આપવામાં આવી છે અને તેમને આ નિયમ ૧લી એપ્રિલથી ફરજિયાત તરીકે લાગુ કરવા જણાવાયું છે.આ સાથે ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે તમામ વિગતો ભરવાની ફરજીયાત રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application