લોકશાહીનું રક્ષણ કરનાર કોઈ તો છે આ દેશમાં. ન્યાયતંત્રમાં કોઈ તો છે જેને ચિંતા છે લોકશાહીની. કોર્ટે ચંડીગઢમાં મેયરની ભાજપના ઉમેદવારની જીતને રદ કરી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. દેશમાં એટલી બધી એવી ઘટનાઓ બને છે જેને જોઇને ભય લાગે છે. લોકશાહી સામેના ખતરાનો ભય. એવું કેટલુય તું રહે છે જે જેણે લીધે ડી વાય ચંદ્રચુડ જેવા લોકશાહીના રખેવાળને પણ ચિંતા ાય. ચંદીગઢના મેયરની ચૂંટણીની ચર્ચા દેશના મેઈન સ્ટ્રીમ મીડિયામાં ાય એ વધુ પડતું છે પણ ઇ. એટલા માટે ઇ કે એક નાનકડી ચૂંટણી જીતવા માટે ભાજપે ચૂંટણી અધિકારીને સાધ્યો અને એ અધિકારી નામે અનીલ મસીહે આઠ મતપત્રો, જે આમ આદમી પક્ષના ઉમેદવારને મળેલા મત હતા તેના પર ચોકડીઓ મારીને તેને રદ કરી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને લોકશાહીની હત્યા કહીને ફરીી મત ગણતરી કરાવી હતી. ભાજપની એમાં પણ મંછા એવી હતી કે ફરીી ચૂંટણી કરવાનો આદેશ સર્વોચ્ચ અદાલત આપે જેી આપના તોડી પડાયેલા મત ત્રણ કોર્પોરેટરોની મદદી પોતાનો મેયર લાવી શકાય. પણ સર્વોચ્ચ અદાલતે એમ ન વા દીધું એ બદલ સુપ્રીમ કોર્ટનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ એક મેયરપણનો મુદ્દો હરગીજ ની. પણ જો ફેર ચૂંટણીનો આદેશ અપાયો હોત તો ચંડીગઢ શહેર કે તેની મહાનગર પાલિકાને કોઈ મોટો ફરક પડ્યો હોત નહીં પણ લોકશાહીને બહુ જ મોટો ફરક પડ્યો હોત. આ ચૂંટણીમાં રિટર્નિંગ ઑફિસર અનિલ મસીહે ભાજપના ઉમેદવારને વિજયી જાહેર કર્યા હતા. આ બાબતે કોર્ટમાં પરિણામોમાં ગોટાળા વિશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ફરિયાદ કર્યા પછી કોર્ટે કાર્યવાહી શરૂ કરી હતી. મંગળવારે એટલે કે ૨૦ ફેબ્રુઆરીએ હા ધરેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફરી મતગણતરી કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે ’અમાન્ય’ જાહેર કરાયેલા બેલેટ પેપરનો સમાવેશ કરીને ફરીી ગણતરી કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું, અમે ફરી ગણતરીનો નિર્દેશ આપી રહ્યા છીએ. અમાન્ય જાહેર કરાયેલાં આઠ બેલેટ પેપરને ગણતરીમાં સામેલ કરવા જોઈએ અને તે પછી પરિણામ જાહેર કરવાં જોઈએ. સુપ્રીમ કોર્ટે મેયરની ચૂંટણી કરાવનાર રિટર્નિંગ ઑફિસર અનિલ મસીહની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે પૂછ્યું કે શું તેમણે જે બેલેટ પેપરને અમાન્ય જાહેર કર્યાં હતાં તે ખરાબ કરી દેવાયાં હતાં? આ ગણતરી પછી કોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમાન્ય જાહેર કરાયેલાં આઠ બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપકુમારની તરફેણમાં મત પડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણય બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. અગાઉ સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ચંડીગઢના મેયર પદ માટે મતદાન દરમિયાન ઉપયોગમાં લેવાતા બેલેટ પેપર રજૂ કરવા કહ્યું હતું. બેન્ચે નવેસરી ચૂંટણી કરાવવાના બદલે બેલેટ પેપરનો સમાવેસ કરી ફરી મત ગણતરીની સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAFG vs ENG: અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો, અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
February 26, 2025 11:16 PMદુબઈમાં રમવાને કારણે જીતી રહી છે ભારતીય ટીમ? હાર બાદ પાકિસ્તાનના કોચે આપ્યું ચોંકાવનારું નિવેદન
February 26, 2025 08:09 PMIsrael-Hamas War: ચાર મૃતદેહોના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત
February 26, 2025 08:06 PMમહારાષ્ટ્રથી કારમાં ગુજરાત આવીને ચોરી કરતા એક જ પરિવારના પાંચ ઝડપાયા
February 26, 2025 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech