જૂનાગઢમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનોને રોકવા સ્પીડ ગન રાખવામાં આવી છે. સ્પીડ ગનના ઉપયોગ અંગે ટ્રાફિક કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી હવે જૂનાગઢમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો તથા ચાલુ વાહને મોબાઇલમાં વાત કરવી તથા ડિં્રક એન્ડ ડ્રાઈવ સહિતના બનાવવામાં પોલીસ સ્પીડ ઘરની મદદથી ગણતરીની મિનિટોમાં કાર્યવાહી હાથ ધરશે
આજના ડિજિટલ યુગમાં સ્પીડ ગનના મશીનો દરેક જિલ્લ ા લેવલે ફાળવવામાં આવેલ છે જૂનાગઢમાં પણ ટ્રાફિક શાખા ને સ્પીડ ગન ફાળવવામાં આવતા તેના વપરાશ અને ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવી હતી જેમાં દિલ્હીના તજજ્ઞો દ્રારા પોલીસ કર્મીઓને સ્પીડ બ્રાન્ડના વપરાશ અંગે તાલીમ બઘઘ કર્યા હતા. સ્પીડ ગનના આગમનથી જુનાગઢ માં ઓવર સ્પીડથી ચાલતા વાહનો સામે કાર્યવાહી થશે તથા ડ્રીંક એન્ડ ડ્રાઈવ તથા હેલ્મેટ વગર નિયમ નેવે મૂકી ચાલતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી માટે સરળતા રહેશે આ ઉપરાંત અકસ્માતના બનાવો પણ અંકુશમાં આવશે.
જુનાગઢ રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝઙીયા, એસપી જાડેજા તથા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના માર્ગદર્શન અને ટ્રાફિક પીઆઇ કોળીના નિદર્શન હેઠળ રેન્જના તમામ અધિકારી કર્મચારીઓને દિલ્હીના તજજ્ઞો દ્રારા સ્પીડ ગન અંગેની તાલીમ આપી ગુના ને કેવી રીતે ઝડપવા અને તેનો વપરાશ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં ટ્રાફિક કર્મચારીઓ વધુ અકસ્માત થતા હોય તેવા તથા ટ્રાફિકથી ધમધમતા માર્ગેા પર સ્પીડ ગન રાખી વોચ રાખવામાં આવશે અને નિયમ નેવે મૂકી વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech