નવી દિલ્હીમાં તાજેતરમાં વાણિય અને ઉધોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુએસ એમ્બેસેડર કેથરિના તાઈના નેતૃત્વમાં યુએસ–ભારત વેપાર નીતિ મંચની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે કહ્યું કે ઈ–૧ અને ઈ–૨ વિઝા મેળવવામાં ઘણો સમય લાગે છે, અમેરિકા સમક્ષ સમય ઘટાડવાની માંગ કરવામાં આવી હતી.જે અંગે અમેરિકાએ સાનુકુળ પ્રતિભાવ આપ્યો છે.
બિઝનેસમેનને હવે પહેલા કરતા ઓછા સમયમાં અમેરિકન વિઝા મળશે. આ સિસ્ટમ એપ્રિલથી અમલમાં આવી શકે છે તો એચ ૧ બી વિઝા પર અમેરિકામાં કામ કરતા વ્યાવસાયિકોના પરિવારો પણ અમેરિકામાં જ વિઝા રિન્યુઅલની સુવિધા મેળવી શકે છે. આ માટે અમેરિકા તરફથી સકારાત્મક ખાતરી આપવામાં આવી છે.}
વાણિય સચિવ સુનીલ બર્થવાલે શું કહ્યું?
વાણિય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે બેઠકમાં બંને દેશોની સરકારી ખરીદીમાં એકબીજાની ભાગીદારી વધારવા પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકી સરકારની પ્રાિમાં ભારતની ભાગીદારી આપણી નિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જો કે, બદલામાં અમેરિકાને પણ ભારતની સરકારી ખરીદીમાં તક આપવી પડશે.
એપ્રિલથી ઓછા સમયમાં વિઝા મળવા લાગશે
તેમણે કહ્યું કે એપ્રિલથી વિઝા પહેલા કરતા ઓછા સમયમાં મળવા લાગશે. સ્ટુડન્ટ વિઝામાં પહેલેથી જ કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે એચ૧બી વિઝા પ્રોફેશનલ્સને હવે વિઝા રિન્યુઅલ માટે ભારત આવવાની જર નથી, પરંતુ તેમના પરિવારો પાસે આ સુવિધા નથી. ભારતે અમેરિકા સમક્ષ પરિવારને પણ આ સુવિધા આપવાની માગણી મૂકી હતી, જેના પર અમેરિકાએ સકારાત્મક ખાતરી આપી છે. આયાત–નિકાસ સાથે સંકળાયેલા ઉધોગપતિઓને ઇ–૧ વિઝાની જર પડે છે. રોકાણના ધોરણે અમેરિકામાં કામ કરતા લોકોને ઇ–૨ વિઝાની જર પડે છે. આ વિઝા મેળવવામાં ઘણા મહિનાઓ લાગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech