રાજકોટ મહાપાલિકામાં આજે બજેટ મંજુર કરવા મળેલી બોર્ડ મિટિંગમાં પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ બજેટ ઉપર સ્પીચ આપી તેમાં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના શાસકો વચ્ચે બરાબર સંકલન નહીં હોવાનો આક્ષેપ કર્યેા હતો અને તેવા કારણે જ પ્રોજેકટ વિલંબિત થઇ રહ્યાનું જણાવ્યું હતું.
કોંગી કોર્પેારેટર ભાનુબેન સોરાણીએ સતત ૨૦ મિનિટ સુધી બજેટ ઉપર સ્પીચ આપી ટીકા ટિપ્પણી કરી હતી, આંકડાની ઇન્દ્રજાળને વખોડી હતી પરંતુ એક પણ દરખાસ્તમાં વિરોધ ન કર્યેા હતો.
વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના કોર્પેારેટર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ આજે સભાગૃહમાં આપેલી બજેટ સ્પીચ દરમિયાન જણાવ્ું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરનું પ્રથમ બજેટ છે એટલે થોડું કયાંક કાચું કાપ્યું હોય તે આખં આડા કાન કરીને મોટું મન રાખીને ખેલદિલી દાખવીએ છીએ.
અગાઉ પુષ્કરભાઇ પટેલે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે કુલ છ બજેટ રજુ કર્યા છે એ સિધ્ધિ રાજકોટ મહાનગરપાલિકાના ઐતિહાસિક છે.
તા.૩૦–૧૧–૨૦૨૩ની સ્થિતિએ ૮૮૪ (આઠસો ચોર્યાસી) કરોડનું બજેટ વાપરવામાં આવ્યું છે જે જનરલ બોર્ડે ૨૪૬૯(બેહજાર ચારસો ઓગણસીતેર) કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું આ પરથી શાબિત એ થાય છે કે ૩૬% બજેટ જ વાપરી શકયા છે જે કેટલા પ્રમાણમાં વાજબી ગણાય ? તેમજ ભાજપના શાસકો દર વર્ષે આવા મોટામોટા અને ખોટા આંકડાકીય માયાજાળ રચી, અવાસ્તવિક બજેટ રજુ કરી રાજકોટની જનતાને છેતરી રહ્યા છે તે સ્પષ્ટ્ર સાબિત થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની નાણાંકીય સ્થિતિ સારી નથી એ હકિકત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ બજેટ પરથી હવે સ્પષ્ટ્ર પૂરવાર થઇ ચુકી છે. પરંતુ આ બજેટ વાસ્તવિકતાથી નજીક છે, નાણાકીય સ્થિતિ સારી નથી તે માટે કયા કારણો જવાબદાર છે તે સંશોધનનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech