ગુજરાત સરકાર તેના કર્મચારીઓના પ્રમોશનના કિસ્સામાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની ભલામણ એ માત્ર સલાહ સ્વપની હોય અને આવી ભલામણ સરકારના સત્તાવાળાઓને બંધનકર્તા નથી એમ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે બેન્ચમાર્ક ચુકાદો આપ્યો છે.ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની ભલામણ ત્યારે જ અમલી બને કે જયારે ડીપીસી દ્રારા ભલામણ કરાયેલી પસંદગી યાદીને મંજૂરી આપી અધિકૃતતા આપવામાં આવે.
એક નિવૃત્ત એડિશનલ કલેકટરને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કલાસ–૧ (સીલેકશન સ્કેલ)માં પશ્ચ દવર્તી પ્રમોશન આપવાનો ઇન્કાર કરતાં હાઇકોર્ટે સ્પષ્ટ્ર કયુ હતું કે, જયાં સુધી સરકાર દ્રારા ડીપીસીની ભલામણવાળી પસંદગી યાદીને મંજૂરી આપતું જાહેરનામું કે ફાઇનલ ઓર્ડર જારી ના કરાય ત્યાં સુધી માત્ર ડીપીસીની આવી ભલામણના આધારે ઉમેદવારને પ્રમોશન માટે અબાધિત અધિકાર મળી શકે નહીં.
પ્રસ્તુત કેસમાં સરકારના સત્તાવાળાઓએ ઇરાદાપૂર્વક અરજદારને પ્રમોશન ના આપ્યું હોય કે કોઇ પક્ષપાત કર્યેા હોય તેવા કોઇ આક્ષેપો નથી. ડીપીસીની ભલામણ બાદ પ્રમોશન પામેલા ઉમેદવારો અંગે સરકારે જયારે જાહેરનામું જારી કયુ તે પહેલાં તો અરજદાર નિવૃત્ત થઇ ગયા. હતા અને તેમનું નામ પ્રમોશનલ ઉમેદવારોની યાદીમાં સામેલ ન હતું, તેથી અરજદારને પાછલી અસરથી પ્રમોશન પામવાનો અધિકાર રહેતો નથી.
અરજદાર નિવૃત્ત એડિશનલ કલેકટર દ્રારા કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, અરજદાર એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા અને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(ગેસ) કેડરમાં કલાસ–૧ તરીકેના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટનલ પ્રમોશન કમિટી(ડીપીસી) કે જે ચીફ સેક્રેટરી અને અન્ય બે સિનિયર મોસ્ટ સેક્રેટરીઓની બનેલી હતી, તેણે તા.૨૫–૧૦–૨૦૧૧ના રોજ તેમના નામની ભલામણ કરી હતી.એ પછી તા.૫–૧૧–૨૦૧૧ના રોજ ડીપીસીની મિનિટસની મંજૂરી અને સરકારનો હત્પકમ મેળવવા માટે ફાઇલ સરકારમાં રજૂ કરાઇ હતી. સરકાર દ્રારા કોઇ નિર્ણય લેવાય તે પહેલાં જ અરજદાર તા.૩૦–૧૧–૨૦૧૧ના રોજ નિવૃત્ત થઇ ગયા હતા. જેથી તેમને પ્રમોશનનો લાભ મળી શકયો ન હતો.
તેથી તેમણે હાઇકોર્ટમાં રિટ અરજી કરી પ્રમોશન માટે દાવો કર્યેા હતો. હાઇકોર્ટે અરજદારને સરકારમાં આ મામલે રજૂઆત કરવા અને સત્તાવાળાઓને તેની પર કાયદાનુસાર નિર્ણય લેવા હત્પકમ કર્યેા હતો.
ડીપીસી દ્રારા ૩૪ ઉમેદવારોની પસંદગી યાદી પણ તૈયાર કરાઇ હતી, જેમાં અરજદારનો પાંચમો નંબર હતો.જેથી અરજદારે ફરી હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી પરંતુ સીંગલ જજે પણ અરજદારને પ્રમોશન નહીં આપવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech