દેવભૂમિ દ્વારકામાં 12-લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ ને મળ્યું પ્રચંડ જનસમર્થન: 12 લોકસભાના મતદારો સતત ત્રીજી વખત પૂનમબેન માડમને જીત અપાવી હેટ્રિક સર્જવા ઉત્સાહિત, રોડ-શો, લોકસંપર્ક, જાહેરસભામાં ઉમટી મેદની
1ર-જામનગર લોકસભા બેઠકના જામનગર, દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયનું દ્વારકા ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને આ પૂર્વે જે રીતે ભવ્ય રોડ-શો યોજાયો હતો, તેમાં ભાજપના ઉમેદવારને ઉમળકાભેર આવકાર મળ્યો હતો, કેશરીયો ઝંઝાવાત ધર્મનગરી પર છવાયેલો જોવા મળ્યો હતો, પૂનમબેન માડમે કહ્યું હતું કે, દ્વારકા સહિત આખા જિલ્લાની પ્રજાનો જે અભૂતપૂર્વ ઉત્સાહ છે અને અહીં આવેલા દેશના અન્ય રાજ્યના લોકોના ચહેરા પર ભાજપ માટે જે લાગણી છે તેને જોતા કેન્દ્રમાં ફરી એક વખત નરેન્દ્રભાઇ મોદીની સરકાર સત્તાઢ થશે તેમાં કોઇ ફેર પડશે નહીં.
દ્વારકાના કાનદાસબાપુના આશ્રમથી પૂનમબેન માડમનો ભવ્ય રોડ-શો શ થયો હતો, જે ધર્મનગરીની મુખ્ય બજારોમાં ફર્યો હતો અને દરેક સ્થળે દરેક સમાજના આગેવાનો તથા લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પૂનમબેન માડમનું અભિવાદન કર્યું હતું.
દ્વારકા સ્વામીનારાયણ મંદિર પાછળના ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજાઇ હતી, જેમાં વિશાળ જનમેદનીને સંબોધતા પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયનું ઉદ્દઘાટન, રોડ-શો અને લોકસર્ંપકમાં જે રીતે નાગરિકોમાં ભાજપ માટે જબરદસ્ત ઉત્સાહ છે, એટલું જ નહીં દેશભરમાંથી દ્વારકાધીશના દર્શન માટે આવેલા યાત્રાળુઓના ચહેરાઓ ઉપર ભાજપ માટે જે ઉત્સાહ તેને જોતા એવું સ્પષ્ટ થાય છે કે જામનગર સંસદીય વિસ્તારની ભાજપની જીત નક્કી જ છે અને દેશભરમાં પણ ફરી એક વખત નરેન્દ્રભાઇ મોદીની સરકાર માટેનો ઉત્સાહ છે, એવું નક્કી થાય છે.
મધ્યસ્થ કાયર્લિય ઉદ્ઘાટન સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો સાથે શ્રી પૂનમબેન માડમ એ સંવાદ કર્યો. કે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષ ની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે દ્વારકાના લોકોમાં અપાર ઉત્સાહ છે, જે નિશ્ચિતપણે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે ભવ્ય જીત અપાવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે અને એ જ રીતે હાલારમાં પણ વિશ્ર્વકક્ષાના સુદર્શન બ્રીજ જેવા મોટા અનેક પ્રોજેકટ સાકાર થયા છે, તેનાથી લોકોને ખુદને એવી પ્રતીતી થઇ છે કે, કેન્દ્ર સરકારે વિકાસના કાર્યો માટે કેટલી ગંભીરતા દાખવી છે અને ઘર ઘર સુઘી કેન્દ્ર સરકાર પહોંચી છે, એટલે જ લોકો ખુશ છે અને અભિવાદન કરતા હોય એવું મહેસુસ થાય છે.
ઓખાથી લઇ આમરણ સુધી સમગ્ર જામનગર સંસદીય મત વિસ્તારમાં ફરી એક વખત કમળ ખીલશે, જેમાં કોઇ શંકા નથી, કોંગ્રેસ શું મુદ્દા લઇને આવી છે એ બધા જાણી છે, દાદાગીરી, લોકોને મતદાન માટે ઘરની બહાર નીકળવા નહીં દેવા, વર્ગવિગ્રહ જેવો માહોલ બનાવવો, આવી જ કોંગ્રેસની નીતિ છે, જેને જામનગર-દેવભૂમિ દ્વારકાની જનતા સંપૂર્ણ જાકારો આપી રહી છે.
જાહેરસભામાં સ્વામીનારાયણ મંદિર, દ્વારકાના સંતો-મહંતો, ધારાસભ્ય પબુભા માણેક અને સહદેવસિંહ પબુભા માણેક દ્વારા ધારદાર પ્રવચનો કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપની જીતનો વિશ્ર્વાસ, ભાજપની મજબુત સ્થિતિ અને મરણ પથારીએ પડેલી કોંગ્રેસની દશા દશર્વિવામાં આવી હતી, સભા પૂર્ણ થયા બાદ દ્વારકાના જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરત ગોજીયા, સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમાં, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, લોહાણા અગ્રણી દ્વારકાદશભાઈ રાયચુરા સહીત સામાજિક સંસ્થાના હોદેદારો, સંતો - મહંતો, આગેવાનો, દ્વારકાના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech