જૂનાગઢમાં રસ્તાઓના ઠેકાણા નથી અને તત્રં દ્રારા સ્વાસ્થ્ય જાગૃતિના નામે મેરેથોન દોડ

  • September 28, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ તંત્રનું બેવડું વલણ એક તરફ રેડ એલર્ટ દ્રારા લોકોને સાવચેતીની તાકીદ તો બીજી તરફ સ્વાસ્થ્ય જાગૃતિના નામે આવતીકાલે ભવનાથ તળેટીમાં મેરેથોન રનના આયોજનને મંજૂરી, ભવનાથ તળેટીમાં પુર ની સ્થિતિ માંડ થાળે પડી ત્યાં શહેરીજનોને એકત્ર કરવાના મૂર્ખામીભર્યા આયોજન સામે પ્રશ્નાર્થ
જૂનાગઢમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રેડ એલર્ટની પરિસ્થિતિમાં જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ગિરનાર જંગલમાં પડેલ ભારે વરસાદથી ભવનાથમાં ગઈકાલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓના ઠેકાણા નથી તેમ છતાં આવતીકાલે વિશ્વ હૃદય દિવસ નિમિતે દોડ દ્રારા સ્વાસ્થ્ય સાં જળવાય લોકોમાં જાગકતા આવે તેવા હેતુથી, આયુષ સુપરસ્પેસ્યાલીટી હોસ્પીટલ ના આયોજનમાં, જુનાગઢ મહાનગરપાલિકા ,તથા પોલીસ વિભાગ સાથે જોડાઈ ૫ કિમી મેરેથોન દોડ  દોડો દિલ સે કાર્યક્રમનું આયોજન કરાયું છે.શહેર અને તળેટી વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી ખાડાગઢ તરીકે શહેરની છાપ છે. ત્યારે ખાનગી હોસ્પિટલના આયોજનમાં સહભાગી થવા તત્રં તળેટી વિસ્તારમાં આવેલ પૂરની સ્થિતિ ભૂલી હોય તેમ આયોજનના મંજૂરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.

ડ્રગ્સ નાબૂદી, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્યથી આવતીકાલે ભવનાથ તળેટી વિસ્તારમાં પાંચ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલેકટર  અનિલકુમાર રાણાવસીયા , જુનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશ તથા જુનાગઢ પોલીસ એસ.પી. હર્ષદ મેહતા જોડાશે.ભવનાથ મહાદેવ મંદિર પાસે જુના અખાડાની બાજુમાં આવેલ સ્ટેજની સામેથી દોડની શઆત થશે ત્યારબાદ   પાજનાકા ૨.૫ કિમી, અને ત્યાંથી પરત સ્ટેજ સુધી  તેમ ૫ કિમી ના કાર્યક્રમ સવારે ૬થી ૯વાગ્યા સુધી રસ્તાઓ પણ બધં કરવામાં આવશે. દર એક કિલોમીટરના અંતરે  કેનોપી– સ્ટોલ યાં પાણીની બોટલ, એનર્જી ડ્રીંક, પ્રાથમિક સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા રસ્તામાં વિશ્વ હૃદય દિવસ ને અનુપ બેનરો લગાડવામાં આવશે. સ્પર્ધામાં ૧૧ વર્ષથી ૫૧ વર્ષની ઉપરની વય સુધીના વિવિધ કેટેગરીના સ્પર્ધકો જોડાશે.

શહેરમાં એક પણ એવા રસ્તા નથી કે યાં ખાડા પડા ન હોય, વાહન ચાલકોને ખાડાઓના કારણે આર્થિક માર પણ સહન કરવો પડે છે.સ્વાસ્થ્ય જાગૃતિ માટે દોડ દ્રારા પહેલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ રસ્તા બનાવવામાં પ્રયાસ કરવામાં આવે તો શહેરીજનોની આરોગ્ય સ્થિતિ ખરા અર્થમાં સુધરશે તેવું પણ લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.
ભવનાથ તળેટીમાં સ્વચ્છતાની જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડના શિરે–ભવનાથ તળેટીમાં સ્વચ્છતાની જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા સાંભળવામાં આવે છે અને તે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.ગંદકીની ફરિયાદ આવે ત્યારે મહાનગરપાલિકા એજન્સી પર સમગ્ર મામલો નાખી દે છે. ત્યારે આવતીકાલે દોડ સ્પર્ધામાં સ્વચ્છતા જાગૃતિમાં મનપાનો રોલ ફકત અને ફકત  સ્ટેજ પર નાટક દર્શાવી જાગૃતતા દર્શાવવાનું કે સ્વચ્છતા જવાબદારી સંભાળવાનો તે પણ વિચાર માગે તેવી વાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application