મોરારિનગરમાં બધં મકાનને નિશાન બનાવી રોકડ–દાગીના સહિત રૂા.૭૦,૦૦૦ની ચોરી

  • December 25, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મોરારીનગર વિસ્તારમાં રાત્રિના બધં મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ .૬૫,૦૦૦ અને ચાંદીની ચીજ વસ્તુ સહિત પિયા ૭૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફટેજ ચકાસતા એક શખસ ઘરમાં આવ્યો હોવાનું નજરે પડું હતું. જેથી આ ફટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હરિ ધવા મેઇન રોડ પર આવેલા મોરારીનગર શેરી નંબર ૬ માં રહેતા કૌશલ મહેશભાઈ માધાણી(ઉ.વ ૨૯) નામના યુવાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે આવેલ બાલાજી ફ્રત્પટ નામની દુકાનમાં નેતાજી તરીકે નોકરી કરે છે. પરિવારમાં તે તથા તેના માતા–પિતા તેની પત્ની અને ચાર માસની પુત્રી સાથે અહીં રહે છે.
તા. ૨૩૧૨ ના રાત્રીના આઠેક વાગ્યે આસપાસ ઘરને તાળું મારી તે તેના માતા વર્ષાબેનને માતાજીના દર્શને જવું હોય જેથી ઢેબર રોડ પર ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરી ત્યાંથી તે પોતાના માતાને લમીનગર શાકમાર્કેટ પાસે કે યાં તેમના પિતા શાકભાજીનો ધંધો કરતા હોય ત્યાં મૂકી યુવાન પુષ્કરધામ સોસાયટીમાં પત્ની પિયર ગઈ હોય ત્યાં ગયો હતો. દરમિયાન રાત્રિના સવા દસેક વાગ્યે આસપાસ યુવાનને તેના પિતાનો ફોન આવ્યો હતો કે, આપણા ઘરના મેઇન દરવાજાનું તાળું સાઈડમાં છે અને નકુચો તૂટેલો છે તથા સામાન વેર વિખેર પડો છે જેથી યુવાન તથા તેની પત્ની તાકીદે સાસરીએથી અહીં પહોંચી ગયા હતા.
ઘરે આવી તપાસ કરતા માલુમ પડું હતું કે, કબાટ ખુલ્લો હોય કબાટની તિજોરીમાં યુવાનના પિતાએ ધંધાના વકરાના પિયા ૬૫,૦૦૦ રોકડ રાખ્યા હતા તથા યુવાનની પુત્રીની છઠ્ઠી વખતે સગા સંબંધીઓએ ગિટમાં આપેલ ચાંદીની નાની મોટી વસ્તુ ઝાંઝરી, સાંકડા સહિત .૫,૦૦૦ ની કિંમતના આ ઘરેણા મળી કુલ પિયા ૭૦,૦૦૦ ની મત્તા ચોરી થઈ ગઈ હતી. બાદમાં યુવાને પાડોશીના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફટેજ ચેક કરતા રાત્રીના પોણા દસેક વાગ્યે આસપાસ એક અજાણ્યો શખસ ઘરની ડેલી ઠેકી અંદર આવી આશરે સવા દશક વાગ્યે આસપાસ ઘરની બહાર નીકળતા જોવા મળ્યો હતો. જેથી તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા ભકિતનગર પોલીસે આ ફટેજના આધારે તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application