નવરાત્રિના દિવસો દરમ્યાન શહેર પંથકમાં મોબાઈલ તથા વાહન ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે જૂનાગઢમાં સુખપુર પાસે આવેલ મહાસાગર પેટ્રોલ પંપ ખાતે ઓઇલ ઓફિસમાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી ત્રણ મોબાઈલ અને પીઓએસ મશીન મળી કુલ 43 હજારનો મુદ્દામાલ ચોરી થયા અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા બે ઈસમો કેદ થતાં પોલીસે ફૂટેજ ને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે તાલુકા પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ભેસાણ રોડ પર આવેલ મહાસાગર પેટ્રોલ પંપમાં ગત મધરાત્રે અજાણ્યા ઈસમોએ ઓઇલ ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં રાખેલ 10 હજારની કિંમતના બે અને 8 હજારની કિંમતનો એક મળી 28 હજારના ત્રણ મોબાઇલ તથા ઓફિસમાં રહેલ આઈસીઆઈસીઆઈ બેંકનું પીઓએસ મશીન મળી કુલ 43 હજારનો મુદ્દામાલ ચોરી થઈ હતી.
પેટ્રોલ પંપમાં રહેલ સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા ઇસમો ચોરી કરતા કેદ થયા હતા. જેથી પેટ્રોલ પંપ્ના રામભાઈ બોખીરીયાએ 43 હજારના મુદ્દામાલની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ ડામોરે હાથ ધરી છે.
જૂનાગઢમાંથી મોબાઈલની ચોરી
એ ડિવિઝનમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા યુનુસભાઇ સોરઠીયાએ તેની રીક્ષામાં રાખેલ 13 હજારની કિંમતનો મોબાઇલ અજાણ્યો ઈસમ ચોરી કરી જતા ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં ફલાય ઓવરબ્રિજ સહિત અન્ય બે બ્રીજ અને પ્રોજેકટના કામમાં ગોકળ ગતિ
November 25, 2024 11:29 AMજૂનાગઢ મ્યુ.કોર્પેારેશનની ચૂંટણીના પડઘમ: રાજકોટથી ઈવીએમ મગાવાયા
November 25, 2024 11:28 AMનંદાણા પાસે કાર પલ્ટી મારી જતા ચારને ઇજા
November 25, 2024 11:23 AMજામખંભાળિયામા મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભામા ભાજપના ભવ્ય વિજયને વધાવતું ભાજપ
November 25, 2024 11:19 AMકેનેડાની અવળચંડાઇ યથાવત: આતંકી નિજ્જરનો કેસ સુધો સુપ્રીમમાં ચલાવશે
November 25, 2024 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech