રાજકોટમાં બધં મકાનમાંથી ત્રણ લાખની રોકડ, ગોડાઉનમાંથી ૨.૪૨ લાખના ઠંડાપીણાની ચોરી

  • May 21, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં ચોર મચાયે શોર જેવી સ્થિતિ ઉદભવી છે. વધુ બે સ્થળે થયેલી ઘરફોડીમાં પંદર દિવસથી બધં મકાનમાં પડેલી નવુ મકાન ખરીદવાની ત્રણ લાખની રોકડ રકમનો તસ્કરોને ધનલાભ પ્રા થયાનો તેમજ બીજા એક બનાવમાં ઠંડાપીણાની એજન્સીના ગોડાઉનમાંથી ૨,૪૨,૯૫૦ની કિંમતની ૧૦૦૦ પેટીઓ અલગ અલગ ફલેવર્સના ઠંડાપીણા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ગોડાઉનમાં થયેલી ચોરીમાં યુનિવર્સિટી પોલીસે ત્રણ શખસો સકંજામાં લઇ પૂછતાંછ હાથ ધરી છે. જાણભેદુ જ હોવાની અને ભેદ ઉકેલાઈ જવાની સંભાવના પોલીસે વ્યકત કરી છે.
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામાકૃષ્ણ વર્મા ટાઉનશિપમાં રહેતા તુષારભાઈ સુરેશભાઈ લીંબાસિયા ગત તા.૪ના રોજ બપોરે સહ પરિવાર મકાન બધં કરીને વતન જૂનાગઢ ખાતે વેકેશનમાં ગયા હતા. ગઈકાલે પાડોશમાં રહેતા સંજયભાઈ બાબુભાઈ મેણિયાનો તુષારભાઈને ફોન આવ્યો કે તમારા ફલેટના મુખ્ય દરવાજાના નકૂચા તૂટેલા છે. આ વાતના પગલે તુષારભાઈ રાજકોટ ઘરે પહોંચ્યા હતા. અંદર રૂમનો દરવાજો ખુલેલો હતો. સામાન વેરવિખેર હતો. રૂમમાં સાઈડમાં રહેલા આરસના ખાનામાં તેમણે રાખેલી ત્રણ લાખની રોકડ ૫૦૦ના દરની નોટો ગાયબ હતી.નવુ મકાન ખરીદવુ હતું જેના ટોકનપેટે રકમ આપવા માટે બે માસ પહેલા બેન્કમાંથી રકમ ઉપાડીને ઘરે રાખી હતી. જે રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા જે અંગે પ્ર.નગર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી છે.અન્ય બીજા બનાવમાં લમીનગર નજીકની નદં કિશોર સોસાયટી–૧માં રહેતા અજય નરશીભાઈ ભેસાણિયાની રૈયારોડ ડ્રીમ સિટી રોડ પરના દ્રારકેશ પાર્ક ખાતે દ્રારકેશ સેલ્સ નામની દાવત સોડાની એજન્સીના ગોડાઉનમાંથી ૨,૪૨,૯૫૦ની કિંમતની ઠંડાપીણાની બોટલો ચોરાયાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદની વિગતો મુજબ ગત તા.૭ના રોજ ગોડાઉન પર ૧૮૦૦ પેટી સોાની અલગ અલગ ફલેવર્સની બોટલોનો જથ્થો ઉતારાયો હતો. બીજા દિવસે તા.૮ના રોજ જે માલ પૈકી ૧૮૦૦ પેટીમાંથી ૮૫૦ પેટી જીરા મસાલા સોડાની કે જેની કિંમત ૧,૮૯,૫૫૦ થાય છે એ ઉપરાંત ૨૦,૨૫૦ની કિંમતની જીરા મસાલા ફલેવરની ૨.૨૫ લાખની ૫૦ પેટી, ઓરેન્જ, ગ્રીન ફલેવરની ૫૦ પેટી મળી ગોડાઉનમાંથી કુલ ૧૦૦૦ પેટી ઠંડાપીણાની બોટલોની ચોરી થઈ હતી. ૧૮૦૦ પેટી જથ્થો ઉતર્યાના બીજા દિવસે જ ૧૦૦૦ પેટી ચોરાઈ જતાં આ ધંધા સાથે સંકળાયેલા અથવા તો કોઈ જાણભેદુ હોઈ શકેની આશંકા સાથે પોલીસે ભેદ ઉકેલાઈ જવાનો આશાવાદ સેવ્યો છે.ગોડાઉન છ માસથી કાર્યરત હતું. સીસીટીવી ન હોવાથી પોલીસને તે કડી ત્યાંથી મળી શકી ન હતી. આસપાસના અન્ય સીસીટવી ચેક કરીને એ દિવસની રાત્રે કેટલા વાહનો કે કયા કયા વાહનો નીકળ્યા તેની વિગત આધારે વિગતો મેળવી ત્રિપુટીને સકંજામાં લીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application