ભાણવડના રાણપરમાં દૂધની ડેરીમાંથી કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલની ચોરી

  • October 09, 2023 11:16 AM 

ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર રાણપર ગામે દૂધની ડેરી ધરાવતા રામાભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 32 વર્ષના મેર યુવાન ગત તારીખ 7 ના રોજ સાંજના સમયે પોતાની ડેરી બંધ કરીને નીકળ્યા હતા. ત્યાર બાદ તારીખ 8 ના રોજ સવારના સમયે પરત આવતા તેમની દૂધની ડેરીના દરવાજાનો નકુચો તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. આમ, રાત્રિના સમયે ડેરીમાં ખાબકેલા તસ્કરોએ અહીં રાખવામાં આવેલું કોમ્પ્યુટરનું મોનિટર, સીપીયુ, કી-બોર્ડ, માઉસ અને પ્રિન્ટર ઉપરાંત રૂપિયા 6,000 ની કિંમતનું દૂધ મીડિયમ કરવાનું મશીન વિગેરેની ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.


આમ, તસ્કરોએ કુલ રૂપિયા 26,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ જવા સબબ રામાભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.કે. ગઢવી તથા સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જયારે ખંભાળિયામાં નવાનાકા વિસ્તારમાં રહેતા રાણા રામા ચૌહાણ નામના 30 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં રાત્રિના સમયમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે રૂપિયા 12,800 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડનો 32 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 17,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે પોલીસે આરોપીની પ્રોહી. એક્ટ હેઠળ અટકાયત કરી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application