બુધેલ નજીકથી લોખંડની પ્લેટોની ચોરી

  • March 19, 2024 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ પાસેથી લોખંડની પ્લેટોની ચોરી થઇ હતી. જે અંગે વરતેજ પોલીસ મથક ખાતે મુકેશભાઈ ગૌરીશંકારભાઈ પંડ્યા (રહે.લીલા સર્કલ)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, શહેર નજીક આવેલા બુધેલ ચોકડી પાસે થી વરતેજ રોડ સુધી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારે તેઓની કંપનીની લોખંડની પ્લેટો નંગ ૬૪ જેની કિંમત રૂપિયા ૬૪,૦૦૦ ની બલાડદેવ વે-બ્રિજ પાસેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વરતેજ પોલીસ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application