ખંભાળિયામાંથી મોટરસાયકલની ચોરી

  • September 25, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપી ઝડપાયો


ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ નીચેના ભાગે આવેલા ટી.વી.એસ.ના શોરૂમ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલું રૂ. 95,000 ની કિંમતનું ટીવીએસ રાઇડર મોટરસાયકલ ગત તારીખ 22 મી ના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રણમલભાઈ સીદાભાઈ કારીયા  (ઉ.વ. 45, રહે. ભટગામ) એ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. આર.આર. ઝરુ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ઉપરોક્ત મોટર સાયકલ સાથે અહીંના ભરવાડ પાડો સુખનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગે રહેતા સાદિક ઉર્ફે સાજીદ ઈકબાલ ખીરા (ઉ.વ. 22) નામના શખ્સની પોલીસે અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application