ઢેબર રોડ અટિકા ફાટક નજીક ગઇકાલે ૩૫ વર્ષીય યુવક ટ્રેનની ઠોકરે ચડી જતા યુવકના બંને પગ કપાઈ જવાથી લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું મોડી રાત્રીના મોત નીપયું છે.
પ્રા વિગત મુજબ ગઈકાલે બપોરના સમયે અટિકા થી માલવિયા નગર ફાટક વચ્ચે એક યુવાન ટ્રેનની અડફેટે ચડી જતા આસપાસના લોકો અને ફાટક મેન સહિતના દોડી ગયા હતા. ટ્રેન હેઠળ યુવકના બંને પગ કપાઈ જવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યાં તેનું મોત થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. યુવકની ઉંમર આશરે ૩૫ વર્ષ છે. અને તેણે ટ્રેન હેઠળ પડતું મૂકયું હતું કે આકસ્મિક મોત થયું છે તે અંગે પણ પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં જંકશન મેઈન રોડ પર રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેઈટ પાસે અજાણ્યો યુવક અર્ધબેભાન હાલતમાં પડો હોવાની જાણ રાહદારીએ ૧૦૮ને કરતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં યુવકનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે પ્ર.નગર પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી યુવકની ઓળખ મેળવવા તજવીજ શ કરી હતી. યુવક સારવારમાં હતો ત્યારે પોતાનું નામ કલ્યાણસિંહ (ઉ.વ.૩૫)નો હોવાનું જણાવ્યું હતું. બાદમાં બેભાન થઇ ગયો હોવાથી વધુ વિગત જાણી શકાય નહતી. યુવકનું કયાં કારણસર મોત નીપયું છે એ જાણવા પીએમ કરાવી પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશન પાછળ સ્વામી વિવેકાનદં નગર શેરી નં–૯ કવાર્ટર નં–૫૩માં રહેતો સાયર હરેશભાઇ સોલંકી (ઉ.વ.૧૨)નામનો તાં ગઈકાલે ઘરે હતો ત્યારે અચાનક અર્ધ બેભાન જેવો થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પહેલા દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સાયર બે ભાઈ બે બહેનમાં મોટો હતો અને તેના પિતા હરેશભાઈ ભંગારની ફેરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ પુત્રને તાણ–આંચકીની બીમારી ઘણા સમયથી છે અને હાલમાં પથરીની સારવાર પણ ચાલુ છે. ગઈકાલે ઘરે હતો ત્યારે આંચકી ઉપડા બાદ બેભાન થઈ જતા બનાવ બન્યો હતો. પ્ર.નગર પોલીસે જરી કાગળો કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech