પોરબંદરના યુવક-યુવતીઓએ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાની લીધી મુલાકાત

  • September 04, 2024 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં સમાજકાર્યના વિદ્યાર્થીઓએ સામાજિક સંસ્થાની મુલાકાત લઈને વિશિષ્ટ જાણકારી મેળવી હતી.
પોરબંદર લાયન્સ કલબ દ્વારા ડો.વી.આર.ગોઢાણીયા કોલેજના માસ્ટર ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સામાજીક સંસ્થાની માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
ડો.વી.આર.ગોઢાણીયા કોલેજના માસ્ટર ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ જેઓ સામાજીક સેવા સાથે ભવિષ્યમાં જોડાવવા અંગેનો અભ્યાસક્રમ અભ્યાસમાં આવતો હોય છે.જેના ભાગરૂપે પોરબંદરના લાયન્સ કલબની સુરજ પેલેસ ખાતે ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓ તેમના પ્રો.આરતીબેન થાનકીના માર્ગદર્શન હેઠળ મુલાકાત લીધી હતી.
પોરબંદર લાયન્સ કલબના સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામીએ લાયન્સ ક્લબની સ્થાપના ૧૯૧૭ માં થઈ ત્યારથી માંડી આજ સુધીના વિકાસ તેમજ લાયન્સ કલબના મુખ્ય સિગ્નેચર આઠ પ્રોજેક્ટ બાળ કેન્સર,ડાયાબિટીસ, ડિઝાસ્ટર રીલીફ, એનવાયરમેન્ટ, હંગર,વિઝન,યુથ તથા માનવીય સેવાની વિગતવાર સરળ ભાષામાં માહિતી આપી હતી તેમજ પોરબંદર શહેરમાં પોરબંદર લાયન્સ કલબ દ્વારા થયેલ લોકઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે રાશનકીટ વિતરણ,વૃક્ષારોપણ, ભારે વરસાદથી સ્થળાંતરિત લોકોને ભોજન બાળ કેન્સર જાગૃતિ તથા ડાયાબિટીસ અંગે થયેલ પ્રવૃત્તિની માહિતી આપી હતી.
પોરબંદર લાયન્સ કલબના પ્રેસિડેન્ટ લાયન પ્રેસિડેન્ટ ઋષિતાબા પરમારે સેવા કઈ રીતે શ‚ કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી.તેમજ સ્વ.ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે કાયમી ભોજન,ત્યક્તાને આશરો,વૃદ્ધાશ્રમ,દિવ્યાંગ સાધન સહાય,વૃદ્ધોને સુવિધાજનક ભોજન સાથે આશરો,ધાર્મિક યાત્રા પ્રવાસ, વસ્ત્રદાન,શૈક્ષણિક સહાય તેમજ તદન નિ:શુલ્ક તબીબી સારવાર સહિતની  ૫૫ થી વધુ સેવાકીય પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી,
રીજીયન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયાએ સામાજીક સંસ્થાની શરૂઆતથી માંડી ઇન્ટરનેશનલ સંસ્થામાં જોડાવવા નાનામાં નાની બાબતો પર ધ્યાન રાખી આગળ વધી શકાય તેની માહિતી આપી હતી.આ સમગ્ર સેવાકીય પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર, સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, રીજિયન ચેરમેન લાયન નિધિ શાહ મોઢવાડીયા, લાયન વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ,આરતીબેન થાનકી તેમજ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.લાયન્સ કલબ પોરબંદર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલનો આ ક્ષેત્રે આભાર વ્યક્ત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application