રાજકોટમાં સતં કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા વિપુલ વશરામભાઈ કિયાડા ઉ.વ.૩૩ નામના યુવક માટે ઉધાર આપેલા ૮ લાખ રૂપિયા મોતનું કારણ બન્યા હતા. આ નાણા પરત આપવા ન પડે તે માટે ભરવાડબંધુ બે શખસો મેહત્પલ ઉફર્ેે હકો હિન્દુભાઈ વકાતર ઉ.વ.૩૧, તેનો ભાઈ શામળ ઉર્ફે વિરમ ઉ.વ.૨૬ (રહે. બન્ને સ્વાતી પાર્ક શેરી નં.૮, કોઠારીયા રોડ)એ પુર્વયોજીત કાવતરૂ રચી સાગરીત સાથે મળી હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાનું ક્રાઈમ બ્રાંચે ઘટસ્ફોટ કરી ત્રણેય શખસોની ધરપકડ કરી છે.
બે દિવસ પહેલા બુધવારની મોડી સાંજે કોઠારીયા ગામ નજીક સ્વાતી સોસાયટી પાસે ખુલ્લ ી જગ્યામાંથી યુવકની હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી હતી. જેના પગલે શહેર પોલીસે યુવકની ઓળખ મેળવવા અને હત્યારાને શોધવા દોડધામ આદરી હતી. સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ સોર્સીસ અને હૃયુમન સોર્સના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર, જમાદાર હરદેવસિંહ રાઠોડ, પ્રદીપસિંહ જાડેજા, રાજેશ જલુને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઈ પરમાર સહિતનાએ મુળ ચોટીલાના ઢોકળવા ગામના ભરવાડબંધુને ઉઠાવી લીધા હતા.
શકમદં આરોપીની કડક હાથે પુછપરછ હાથ ધરાતા હત્યાનો ભેદ ખુલ્યો હતો. મૃતક વિપુલ કીયાડા શામળ ઉર્ફે વિરમનો મિત્ર હતો અને શામળે વિપુલ પાસેથી કટકે કટકે ૮ લાખ રૂપિયા લીધા હતા. આ નાણાની વિપુલ ઉઘરાણી કરતો હતો. નાણા પરત આપવા ન પડે તે માટે છકડો ચલાવતો શામળ અને તેનો ભાઈ ડ્રાઈવીંગ કામ કરતો મેહત્પલ ઉર્ફે હકાએ વિપુલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. વિપુલ નાણાની ઉઘરાણી કરતો હતો અને અવારનવાર ઘરે પણ આવતો હતો જે આ બન્નેને ખુંચતું હતું. બુધવારે વિપુલે ફોન કરીને શામળને કહ્યું કે, થોડા ઘણાં રૂપિયાની સગવડ રાખજે હત્પં આજે તારા વાડે રૂપિયા લેવા આવીશ. ભરવાડબંધુએ અન્ય એક સાગરીત સાથે મળી વિપુલનું કાયમી પુરૂ કરી નાખવા માટે નકકી કયુ હતું. એ માટે અગાઉથી છકડો રીક્ષાનો લીવર વાયર પણ લઈ રાખ્યો હતો. વિપુલ આવતા થોડીવાર તેની સાથે વાતો કરી હતી અને વિપુલે હવે કાલે રૂપિયા લેવા આવીશ તેમ કહી ઘરે જવા ઉભો થતાં મેહત્પલ અને સાગરીતે વિપુલને પકડીને નીચે પછાડી દીધો હતો. ત્યાર બાદ શામળે તથા સાગરીત બન્ને મળીને વાયરથી ગળા ટુંપો દઈ દીધો હતો.
હત્યા નીપજાવી બન્ને હાથપગ પર દોરી બાંધી દીધી હતી અને પાછા આરોપીઓ પોતાના વાડે ચાલ્યા ગયા હતા. મોડીરાત્રે આરોપીઓએ લાશ ઓળખાય નહીં અને મૃતકના શરીર પર કોઈના ફીંગર ન આવે તે માટે લાશને સળગાવી દેવાનું નકકી કયુ હતું. બાઈકમાંથી પેટ્રોલ કાઢી લાશને સળગાવી ત્રણેય પાછા પરત ચાલ્યા ગયા હતા. પકડાયેલા ત્રણેય આરોપીને આજીડેમ પોલીસને સોંપવામાં આવતા તેની ધરપકડ કરાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech