ખેતરમાં સાફ સફાઇનું કામ બંધ કરાવવા દાંટી મારી : ચાર શખ્સો સામે ફરીયાદ
કાલાવડ તાલુકાના રામપર ગામની સીમમાં ખેતરે જેસીબી વડે લેવલીંગ તથા સાફસફાઇનું કામ અનુ જાતીના યુવાન અને અન્ય લોકો કરી રહયા હતા ત્યારે ગામમાં રહેતા ગઢવી શખ્સે કામ નહી કરવા માટે ધાક ધમકી આપી યુવાનને જાતી પ્રત્યે અપમાનીત કરી લાકડી વડે માર મારીને મારી નાખવાની ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો છે. કુલ ચાર શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામમાં રહેતા ગૌતમ ઉર્ફે સાગરભાઇ નાથાભાઇ કંટારીયા (ઉ.વ.32) નામનો યુવાન તથા સાહેદો ગત તા. 24 સાંજના 5-30 વાગ્યાના અરસામાં રામપરની સીમમાં આવેલ ફરીયાદીના ખેતરમાં લેવલીંગ તેમજ સાફ સફાઇનું કામ ગામમાં રહેતા સાહીલ સલીમભાઇ સમાના જેસીબી વડે કરતા હતા.
એ દરમ્યાન અન્ય વ્યકિતના ફોન મારફતે આરોપી ઝાલાભાઇએ ધાક ધમકી તેમજ ખેતરમાં સફાઇનું કામ નહીં કરવા અપશબ્દો બોલી જાતી પ્રત્યે અપમાનીત કરી ધમકી આપેલ હતી, બાદમાં અન્ય આરોપી અને બે અજાણ્યા શખ્સોને સાથે લાવીને ફરીયાદી તથા સાહેદોને ખેતરમાં જેસીબીથી ચાલુ કામ બંધ કરવાનું કહી ઉશ્કેરાઇ જઇ પ્રથમ ફરીયાદીને અને બાદમા સાહેદોને કુંડલીવાળી લાકડી વડે હાથ પગના ભાગે માર મારી ફરીયાદી ગૌતમભાઇને પગના નરામાં ફ્રેકચર જેવી અને શરીરે મુંઢ ઇજા કરી હતી. તેમજ જાનથી મારી નાખાવની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી મદદગારી કરી હતી.
ગૌતમભાઇ કંટાળીયા દ્વારા આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રામપરની સીમમાં રહેતા ઝાલા મૈયરણભાઇ ગઢવી, રાજમણ ગઢવી અને બે અજાણ્યા ઇસમોની વિરુઘ્ધ બીએનએસ કલમ તથા એટ્રોસીટીને કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેથી એસસીએસટી સેલના ડીવાયએસપી આ મામલે તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMશ્રી ઓમકારેશ્વર મંદિર ખાતે મહારુદ્રયાગ યજ્ઞ યોજાયો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech