દીવાલ–દરવાજા સાથે યુવાનનું માથું અથડાવી, ઝેર પાઈ દીધાનો આક્ષેપ

  • June 07, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો અને ઇલેકિટ્રશિયનનું કામ કરનાર યુવાન અહીં ગ્રાઉન્ડ લોર પર આવેલા કવાર્ટરમાં મહિલાના ઘરે વાયરીંગ કામ કરતો હતો. ત્યારે અહીં જ રહેતા બે શખસ તથા ખડિયામાં રહેતા તેના મિત્ર સહિતનાએ યુવાનને મારમારી દિવાલ અને દરવાજા સાથે તેના માથા અથડાવ્યા હતા. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મહિલાના ઘરે તું વાયરીંગ કામ શું કામ કરે છે તેમ કહી આ હત્પમલો કર્યેા હતો. યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યેા હતો કે, તેના પુત્રને મારમારી આ શખસોએ ઝેરી દવા પણ પીવડાવી દીધી હતી. યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે હાલ ત્રણ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના પેડક રોડ પર વાલ્મિકી આવાસ યોજના કવાર્ટર નંબર એલ–૧૫ માં રહેતો અને ઇલેકિટ્રશિયનનું કામ કરનાર દેવાંગ હિંમતભાઈ ગરીયલ(ઉ.વ ૩૫) નામનો યુવાન અહીં આવાસ યોજના કવાર્ટરમાં જ ગ્રાઉન્ડ લોર પર મિતલબેન બાબુભાઈ પરમારના મકાનમાં વાયરીંગ કામ કરતો હતો ત્યારે અહીં જ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા કેવિન રાઠોડ, મયુર રાઠોડ તથા ખડીયાપરામાં રહેતો તેનો મિત્ર શૈલેષ પરમાર યુવાન પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, તે આ મિતલબેનનું વાયરીંગ નું કામ શું કામ કયુ? જેથી દેવાંગે કહ્યું હતું કે, મને તેણે મજૂરીના પૈસા આપ્યા છે એટલે મેં આ કામ કયુ. આમ કહેતા આ ત્રણેય શખસો યુવાનને ગાળો દેવા લાગ્યા હતા અને બાદમાં તેને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ વધુ ઉશ્કેરાઈ જઈ કેવીને દેવાંગનું માથું પકડી મયુરે ગેટના લોખંડના ગેટ સાથે તેનું માથું અથડાવ્યું હતું બાદમાં દિવાલમાં પણ માથું ભટકાવ્યું હતું. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા. યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવાનના માતા ઉષાબેન હિંમતભાઈ ગરીયલ (ઉ.વ ૫૫) એ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે જેમાં દેવાંગ મોટો છે અને અપરિણીત છે તે તેમની સાથે રહે છે અને ઇલેકિટ્રશિયનનું કામ કરે છે. યુવાનના માતાએ એવો પણ આક્ષેપ કર્યેા હતો કે, તેના પુત્રને માર માર્યા બાદ આ શખસોએ તેમને ઝેરી દવા પણ પીવડાવી દીધી હતી. હાલ યુવાન સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. આ ઘટનાને લઇ બી ડિવિઝન પોલીસે યુવકના માતા ઉષાબેનની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application