થોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ

  • February 24, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં સામાન્ય બાબતે આપઘાત અને આપઘાતના પ્રયાસન બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પડધરીના ઢોકરીયા યુવકે ઝેરી દવા પીધી હતી જયારે થોરાળા અને કોઠારીયામાં યુવકે ફિનાઈલ ગટગટાવ્યું હતું, રેલનગરની પરિણીતાએ ફિનાઈલ અને આંબેડકરની મહિલાએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.


પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ઢોકરીયા ગામે મુન્નાભાઈની વાડીમાં પરિવાર સાથે રહેતો પરેશ કિશનભાઇ મીનાવા (ઉ.વ.25)ના યુવકે ગત સાંજે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. યુવક પરિવાર સાથે બે વર્ષથી વાડીમાં રહી ખેતમજૂરી કામ કરે છે. અને બે ભાઇમાં મોટો છે, સંતાનમાં એક દીકરી છે. તેના પિતાના કહેવા મુજબ બંને માણસો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હોવો જોઈએ તેના કારણે દવા પીધી હોય શકે સાચું કારણ ભાનમાં આવ્યા બાદ ખબર પડી શકે છે. પોલીસ તપાસ યથાવત રાખી છે.


થોરાળામાં નાગજીભાઈએ ફિનાઈલ ગટગટાવ્યું

થોરાળામાં શેરી નં-5માં રહેતા નાગજીભાઈ મંગાભાઇ રાઠોડ (ઉ.વ.46) નામના યુવકે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લેતા સર્વ રમતે સિવિલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. યુવક મજૂરી કામ કરે છે અને તેણે ક્યાં કારણોસર પગલું ભર્યું એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.


કોઠારીયામાં યુવકે ફિનાઈલ પી લીધું

હરીધવા મેઈન રોડ પર પટેલ ચોક પાસે રહેતો વિશાલ રાજુભાઈ સરવૈયા (ઉ.વ.22)ના યુવકે સાંજે ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. યુવકના પરિવારના કહેવા મુજબ છૂટક મજૂરી કામ કરતો હતો પરંતુ હમણાં કામધંધો નહોવાથી આર્થિક ખેંચ રહેતી હતી જેના ટેન્શનમાં આવી પગલું ભરી લીધું.



રેલનગરમાં જ્યોતિબેન શીંગાળાએ ફિનાઈલ પીધું

રેલનગરમાં અવધ પાર્કમાં રહેતા જ્યોતિબેન દીપકભાઈ શિંગાળા (ઉ.વ.36)ની પરિણીતાએ રાત્રે દશેક વાગ્યાના અરસામાં ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા ઉલ્ટી ઉબકા થવા લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યોતીબેનના લગ્ન થયાને 18 વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં એક દીકરી બે દીકરા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી છે.


આંબેડકરનગરમાં દક્ષાબેનએ ઝેરી ટીકડા પીધા

80 ફૂટ રોડ પા આંબેડકરનગર 6/7ના ખૂણે રહેતા દક્ષાબેન ભરતભાઈ મકવાણા (ઉ.વ.40) નામના મહિલાએ રાત્રીના 11 વાગ્યે ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવામાં ઝેરી ટીકડા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. દક્ષાબેનના લગ્ન થયાને 18 વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં એક દીકરી બે દીકરા છે, પતિ ભરતભાઈ પેટ્રોલ પંપમાં કામ કરે છે. દંપતી વચ્ચે ઝગડો થતા ઝેરી ટીકડા પીધા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application