વિશ્વની સૌથી મોટી પાર્સલ ડિલિવરી કંપનીમાં છટણીની પ્રક્રિયા શ કરવામાં આવી છે અને ૧૨ હજાર લોકોની નોકરી જશે તેવા અહેવાલ છે.અગ્રણી પાર્સલ ડિલિવરી કંપની યુપીએસએ કહ્યું છે કે તેની નાણાકીય સ્થિતિ કથળી રહી છે. તેથી હજારો નોકરીઓ ઘટશે.
સમગ્ર વિશ્વમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિશ્વના ઘણા દેશોમાં દરરોજ વિવિધ કંપનીઓમાંથી છટણીના સમાચાર આવે છે. હવે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે કે વિશ્વની સૌથી મોટી પાર્સલ ડિલિવરી કંપની યુનાઈટેડ પાર્સલ સર્વિસ ૧૨,૦૦૦ થી વધુ લોકોને તેમની નોકરીમાંથી છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય કંપની તેના ટ્રક ફ્રેઈટ બ્રોકરેજ બિઝનેસ કોયોટ માટે પણ આકરા નિર્ણયો લેવાનું વિચારી રહી છે.
૧ બિલિયનનો ખર્ચ ઘટાડવાનો લયાંક
હવે કંપનીનો ધ્યેય ૧ બિલિયન સુધી ખર્ચ ઘટાડવાનો છે. યુપીએસની સ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિનો સંકેત માનવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ૨૦૨૪ના બીજા છમાસિક ગાળા સુધી સ્થિતિ સુધરવાની કોઈ આશા હાલ દેખાઈ રહી નથી. એક અંદાજ મુજબ, કંપનીની સંપૂર્ણ વર્ષની આવક ૯૨ બિલિયન અને ૯૪.૫ બિલિયનની વચ્ચે રહેવાનો અંદાજ છે. નિષ્ણાતોએ કંપનીની આવક આશરે ૯૫.૫૭ બિલિયન હોવાનો અંદાજ મૂકયો હતો.
કંપનીના બિઝનેસમાં સતત ઘટાડો નોંધાયો
ના આંતરરાષ્ટ્ર્રીય એર–આધારિત સેગમેન્ટ અને ટ્રક બિઝનેસમાં ચોથા કવાર્ટરમાં અનુક્રમે ૬.૯ ટકા અને ૭.૩ ટકાનો ઘટાડો થયો છે. કંપનીની ત્રિમાસિક આવક એક વર્ષ અગાઉ ૨૭ બિલિયનથી ઘટીને ૨૪.૯ બિલિયન થઈ છે. કંપનીનો નફો પણ ગયા વર્ષે શેર દીઠ ૩.૬૨ થી ઘટીને ૨.૪૭ થયો.
શ્રમ ખર્ચનું દબાણ વધી રહ્યું છે
કંપનીના સીએફઓ બ્રાયન ન્યુમેનના જણાવ્યા અનુસાર ટીમસ્ટર્સ યુનિયન સાથેના નવા કરારને કારણે તેની મજૂરી ખર્ચ વધી રહ્યો છે. આ સિવાય તેના સરેરાશ ઓર્ડર પણ ઘટી રહ્યા છે. ન્યુમેનના જણાવ્યા અનુસાર, અમાં ઓપરેટિંગ માર્જિન પ્રથમ કવાર્ટરમાં સૌથી ઓછું રહેવાની ધારણા છે. શ્રમ સમસ્યાઓના કારણે, ફેડએકસ જેવી કંપનીઓએ ના ૬૦ ટકા બિઝનેસ પર કબજો કર્યેા હતો. કંપની તેને ફરીથી મેળવવામાં સફળ રહી છે. જોકે, ગ્રાહકો હવાઈ સેવાઓ કરતાં અન્ય ડિલિવરી વિકલ્પોને પસદં કરી રહ્યા છે. તેનાથી યુનાઈટેડ પાર્સલ સર્વિસ અને ફેડએકસ બંને પર દબાણ વધી રહ્યું છે.
શેરમાં ભારે ઘટાડો
યુનાઇટેડ પાર્સલ સર્વિસે વર્ષની આવક અપેક્ષા કરતાં ઓછી રહેવાનો અંદાજ મૂકયો હતો. આ પછી યુપીએસના શેરમાં ૬.૩ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના ચીફ એકિઝકયુટિવ કેરોલ ટોમે કહ્યું કે યુનાઈટેડ પાર્સલ સર્વિસ એ તેના તમામ બિઝનેસ સેગમેન્ટસમાં વોલ્યુમ, રેવન્યુ અને ઓપરેટિંગ પ્રોફિટમાં ઘટાડો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech