રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રિવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી. જે બજેટમાં તમામ નાયબ કમિશનરશ્રી, સીટી એન્જીનીયરશ્રીઓ, તથા લગત અધિકારીશ્રીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મયર્દિામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
આ મિટીંગમાં નાયબ કમિશનર સ્વપ્નીલ ખરે, સી.કે. નંદાણી, એચ.આર. પટેલ, ટી.પી.ઓ. એસ.એમ. પંડ્યા, સેક્રેટરી એચ.પી. રૂપારેલીઆ, ડે.સેક્રેટરી ડી.એન. જેસડીયા, આસી.સેક્રેટરી એચ.જી. મોલીયા તેમજ સીટી એન્જીનીયરો અતુલ રાવલ, પરેશ અઢીયા, કુંતેશ મહેતા, વાય.કે. ગોસ્વામી, કે.પી. દેથરીયા, બી.ડી. જીવાણી તથા સંલગ્ન વિભાગના વોર્ડ એન્જીનીયરો, રોશની, સ્માર્ટ સીટી તથા અન્ય કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેરો હાજર રહ્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબધ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech