સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા વર્ષ ૨૦૦૭માં વિધાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવામાં આવશે તેવી જાહેરાત તત્કાલિન કુલપતિ કમલેશ જોશીપુરા દ્રારા પદવીદાન સમારભં વખતે રાયપાલની હાજરીમાં કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્રારા ટેન્ડર વગર કોન્વોકેશન હોલ નું કામ મડતિયા કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. આ હોલ કાયદા ભવન પાછળ બનાવવામાં આવશે તેવું જાહેર કરાયું હતું. આ હોલ નું ખાત મુહર્ત કમલેશ જોશીપુરા અને કલ્પક ત્રિવેદી દ્રારા સઘં અગ્રણી મજદૂર સંઘના રાષ્ટ્ર્રીય નેતા હસુભાઈ દવે ના વરદ હસ્તે કરાવવામાં આવ્યું હતું.
હોલ બનાવવામાં ૨ કરોડ જેટલી રકમ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા કોન્ટ્રાકટરોને ચૂકવી આપવામાં આવી હતી. સત્તર વર્ષ પછી પણ આ હોલ વાપરી શકાય તેવો થયો નથી. જોશીપુરા દ્રારા ટેન્ડર વગર અપાયેલ કામ પાછળ મડતિયા કોન્ટ્રાકટર બે કરોડની રકમ લઈ ગયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્રારા કરવામાં આવ્યો છે. સત્તર વર્ષ પહેલા બે કરોડ એટલે અત્યારના ૧૦ કરોડ જેટલી રકમ થઇ શકે છે. આટલા વર્ષ વિત્યા બાદ પણ આ કોન્ટ્રાકટર અને જવાબદાર સતાધિસો વિદ્ધ પોલીસ કેસ પણ દાખલ કરવામા કે કોન્ટ્રકટ્રરને બ્લેક લિસ્ટ પણ કરવામા આવ્યો નથી ! અને યુનિવર્સિટીએ કોન્ટ્રાકટરને ચૂકવેલી રકમની વસૂલી પણ કરવામા આવી નથી તેમજ કોન્ટ્રાકટરએ જમા કરાવેલી સેટી ડિપોઝિટ પણ ફ્રીઝ કરવામા આવી નથી ત્યારે આ અંગે કોંગ્રેસના વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપુત દ્રારા વેધક સવાલો ઉઠાવવામા આવ્યા હતા.વધુમા વિધાર્થીનેતાએ જણાવ્યુ હતુ કે પીએમ ઉષા પ્રોજેકટ અંતર્ગત ૧૦૦ કરોડ પિયાના બાંધકામો તાજેતરમા સતાધિસો દ્રારા મંજુર કરવામા આવ્યા છે પરંતુ ૧૭ વર્ષ જૂનો ઓડિટોરિયમ હોલનું કામ પૂર્ણ કરવાનો વિચાર સતાધિસોની અણઆવડત છતી કરે છે.
વડાપ્રધાન મોદી કેહતા ફરે છે કે અમારી સરકાર જેનું ખાત મુહર્ત કરે છે તેજ તેનું ઉધ્ઘાટન પણ કરે છે. મોદી ના નામે કુલપતિ થયેલ ભાજપ સરકારના કુલપતિ જોશીપુરા દ્રારા ખાત મુહર્ત થયું અને સત્તર વર્ષે ઉધ્ઘાટન તો દૂર, ખંઢેર થયેલ ઇમારત કોઈ જોવા પણ જતું નથી. વિધાર્થીઓની ફી માં થી કરોડો પિયા ખંડેરમાં ફેરવાઈ ગયા. વર્ષેા વિત્યા બાદ ત્રણ ત્રણ કુલપતિ બદલ્યા છતા પણ હજુ કોઇએ કાંકરી પણ ચલાવી ના શકયા હોય તેનાથી વધુ આ મોદી સરકારની નિષ્ફળતા શુ હોય શકે તેવા આક્ષેપો કરવામા આવ્યા હતા.આ ખંઢેર નું નામકરણ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ કોંગ્રેસ દ્રારા નાટકીય સ્વપે કરવામાં આવશે. કોંગ્રેસના વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે વધુ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ દ્રારા અમે સ્પર્ધા જાહેર કરી છીએ કે આ ખંઢેર નું નામકરણ કરવા શ્રે નામ સૂચવનાર વ્યકિતને ૫૦૦૦ નું ઈનામ આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech