સુરત રેલવે સ્ટેશને વિશાળ એર કોન્કોર્ષ અધ્યતન શેડનું કામ ઝડપથી પૂરું થશે

  • March 26, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત સ્ટેશનનું સંપૂર્ણ નવનિર્માણ થઈ રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે રિડેવલપમેન્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર એર કોન્કોર્સ

વિશાળ ડોમ જેવું આકાશી છાપરું)ની પ્લેટફોર્મ ઉપરની કામગીરી પૂર્ણ થતા અગાઉ સુરત સ્ટેશન ખાતે બંધ કરાયેલા ટ્રેનોના સ્ટોપેજ તા. 1 એપ્રિલથી શરૂ થવા લાગતા સુરત સ્ટેશન પર ફરીથી ધમધમતું થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવવા મુજબ, સુરત રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ચાલી રહેલા સુરત સ્ટેશન રિડેવલપમેન્ટના બીજા તબક્કાનું કામ પૂર્ણ થવામાં છે. જેમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર સુંદર એર કોન્કોર્સ (અધ્યતન વિશાળ શેડ)નું કામ હાથ ધરાયું હતું, આ કાર્યને ધ્યાનમાં રાખીને સુરત રેલ્વે સ્ટેશન ઉપર ઉભી રહેતી અનેક ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયીરૂપે ઉધના સહિતના વૈકલ્પિક સ્ટેશનો પર ખસેડવામાં આવ્યા છે, હાલ આ કામમાં પ્લેટફોર્મ પરની કાર્યવાહી પૂરી થતાં હવે તા.1 એપ્રિલ 2025થી સુરત રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થવા લાગશે. જો કે, તાપ્તી લાઇનની તમામ ટ્રેનો (નંદુરબાર/ જલગાંવથી) ઉધના સ્ટેશન પર થોભવાનું ચાલુ રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application