શહેરના જામનગર રોડ પર શેઠનગર સામે ઝૂપડપટ્ટીમાં રહેતી મહિલા બપોરે ઝૂંપડામાં બેભાન હાલતમાં મળી આવતા સિવિલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કરી હતી. બનાવના પગલે મૃતકની માતાએ બીજા પતિએ ધોકાથી મારમારતા મોત થયાનો આક્ષેપ કરતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં માથાના ભાગે ઇજા થઇ હોવાથી મોત થયાનું સામે આવતા પોલીસે પતિ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મૃતક મહિલાના પતિનું અવસાન થતા અઠવાડિયા પહેલા જ દિયરવટુ કયુ હતું એ પતિ મહિલા માટે જમ બન્યો હતો.
પ્રા વિગત મુજબ જામનગર રોડ ઉપર શેઠનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી ભાવનાબેન અરજણભાઇ વાજેલિયા (ઉ.વ.૩૦) નામની પરિણીતા ગઇકાલે બપોરે ઝૂંપડામાં બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાઇ હતી. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાંપોલીસ હોસ્પિટલએ દોડી ગઈ હતી. મૃતકની માતા જીવતીબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા હતા કે દીકરા ધોકાના ઘા મારી તેના બીજા પતિએ હત્યા કરી છે. વધુમાં પોલીસને જણાવ્યું હતું કે, ભાવનાના લ અરજણ વાજેલિયા સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે. જમાઈ અરજણનું બે વર્ષ પહેલા બીમારીથી અવસાન થતા અઠવાડિયા પહેલા જ ભાવના દિયરવટુ અરજણનભાઇ હિરા સાથે કયુ હતું. હિરો વાજેલિયા પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. એક વર્ષ પહેલા તેના એક પુત્રનું અવસાન થયું હતું. બુધવારે હિરો અને દિકરી ભાવના દારૂ પીવા ગયા હતા અને ભાવનાએ દારૂના પૈસા આપવાની ના કહેતા હીરાનો મગજ ગયો હતો અને હાથમાં બડીકો આવી જતા તેનાથી આડેધડ મારમાર્યેા હતો. ઇજા થવાથી પરમ દિવસે હોસ્પિટલએ ખસેડાઇ હતી ત્યારે હીરાએ અકસ્માતમાં ઇજા હોવાનું કીધું હતું. ત્યાં સારવાર લઇ ઘરે આવી ગયા હતા અને ગઇકાલે પાછી બેભાન થઇ ગઇ હતી.
પોલીસએ મૃતદેહ જોતા ઇજાના નિશાન તાજા હોવાનું લાગ્યું હતું આથી મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું છે. ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મહિલાનું મોત માથામાં ઇજા થવાથી થયું હોવાનું ખુલતા પોલીસે પતિ હીરા વાંજલીયા સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech