૧૫૦ ફટ રિંગ રોડ પર નાનામવા ચોક પાસેના બીઆરટીએસ ટ પર મહિલા પગપાળા રોડ ક્રોસ કરવા જતા બસે હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું.આ અંગે માલવિયાનગર પોલીસે બસચાલક સામે બેફિકરાઈથી બસ ચલાવી બ્રેક ન મારી મહિલાને ઠોકરે લેવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ગોંડલ રોડ નજીક ખોડિયારનગરમાં રહેતા સોનલબેન ઘુઘાભાઇ પડસાળીયા (ઉ.૩૫) બપોરે તેના ઘરેથી પગપાળા ઘરકામ કરવા જતા તે દરમિયાન ૧૫૦ ફટ રિંગ રોડ પર નાનામવા નજીક બીઆરટીએસ ટ પર પગપાળા રોડ ક્રોસ કરવા જતા બીઆરટીએસ ઠોકરે ચડી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. સોનાબેન મુળિયા સહિતના સ્ટાફે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરી કાર્યવાહી હતી. પોલીસની તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં બે પુત્ર રોહિત (ઉ.વ ૧૭), અમિત (ઉ.વ ૧૦) અને એક પુત્રી આરતી (ઉ.વ ૧૧) છે. પતિ રિક્ષા ચલાવે છે. સાથે મૃતક સોનલબેન પણ પારકા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદપ થતા હતાં.
સોનલબેન ગુવારે બપોરે ઘરકામ કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો.બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શનમાં ટીમે સીસીટીવી સહિતની તપાસ કરતા મહિલા રોડ ક્રોસ કરતા હોવાનું દુર દેખાયા છતા બસ ધીમી ન પાડી કે બ્રેક ન મારી બેફીકરાઇપૂર્વક બસ ચલાવવા બદલ મૃતકના પતિ ઘુઘાભાઇ જીવાભાઇ પડસાણીયા(ઉ.વ ૪૫) ની ફરિયાદ પરથી બસચાલક સામે બીઆરટીએસ પર બેફિકરાઈથી બસ ચલાવી મહિલાનું મૃત્યુ નીપજાવ્યા અંગેનો રાત્રે ગુનો નોંધ્યો હતો.બાદમાં પોલીસે આરોપી બીઆરટીએસ બસ ચાલક શકિતસિંહ જાડેજાની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech