ચાલુ રીક્ષાએ પડી જતા મહિલાનું ઘટના સ્થળ પર જ નિપજ્યુ મોત

  • August 10, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ઘોઘા સર્કલ -રબ્બર ફેક્ટરી રોડ પર પસાર થઇ રહેલી રીક્ષામાં સવાર એક મહિલા ચાલુ રીક્ષાએ અચાનક ફાંગોળાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 



ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના હલુરીયા ચોક વિસ્તારના ભોયવાડામાં રહેતી મલેકાબેન શબ્બીર અલેજ હુસેન કચવાલા (ઉ. વ. ૫૭) રીક્ષામાં બેસી ઘોઘા સર્કલ-રબ્બર ફેકટરી વાળા રોડ પર જઈ રહ્યા હતા ત્યારે ચાલુ રીક્ષાએ મલેકાબેન અચાનક જ રીક્ષા માંથી ફાંગોળાઈ જઈ રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું.


ઘટનાના પગલે સ્થળ પર ઉમટી પડેલા લોકોના ટોળા પૈકી કોઈએ ૧૦૮ અને ઘોઘારોડ પોલીસને જાણ કરતા ૧૦૮ના સ્ટાફે દોડી આવી મલેકાબેનના મૃતદેહને સર્ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે મૃતક મલેકાબેનના પતિ શબ્બીર અલેજ હુસેન કચવાલા (ઉ. વ. ૬૩, રે. હલુરીયા ચોક, ભોયવાડા, ભાવ.)નું નિવેદન નોંધ્યું હતું. જયારે આ ઘટના એમ મૃતક મલેકાબેનના પરિવારજનો દ્વારા કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોવાનું ઘોઘારોડ પોલીસે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application