મહિલાએ રડતાં રડતાં કહ્યું, 'મારી બહેનને મારા પતિ અને મારી માતાને મારા સસરા લઈને ભાગી ગયા,પીડિતાએ પોલીસને કહી આપવીતી

  • June 22, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના મુઝફ્ફરપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. તેણે પોલીસને કહ્યું સર મને મદદ કરો. મારી નાની બહેનને મારા પતિ અને મારી માતાને મારા સસરા ઉપાડી ગયા છે. હવે તમે જ કહો કે મારે ક્યાં જવું. મહિલાની વાત સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાના પતિ સાથે વાત કરી તો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો.


મામલો સાકરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રહેતી સુધા કુમારી નામની મહિલાએ 9 જૂને પોલીસને કહ્યું, 'હું ફરીદપુર ગામની રહેવાસી છું. 27 જૂન, 2021ના રોજ મારા લગ્ન છોટુ નામના યુવક સાથે થયા હતા. તે ભગવાનપુરનો રહેવાસી છે. લગ્ન પછી હું અને છોટુ સુખેથી રહેતા હતા. અમને એક દીકરી પણ હતી. જેને અમે મિસ્ટી નામ આપ્યું હતું. તેણી માત્ર એક વર્ષની છે. દરમિયાન છોટુની મારી સગીર બહેન સાથે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ વાતચીત ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની મને ખબર જ ન પડી. છેલ્લા કેટલાક દિવસોથી મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન પણ બદલાઈ ગયું છે. તેણે મારા પર તમામ પ્રકારના આરોપો લગાવવા માંડ્યા અને મારાથી દૂર રહેવાના તમામ પ્રયાસો કરવા લાગ્યા.


સુધાએ કહ્યું કે 3 જૂને છોટુ અને મારી નાની બહેન ઘરેથી ભાગી ગયા હતા. બંનેએ મુઝફ્ફરપુર સ્ટેશન પર લગ્ન કર્યા અને દિલ્હી ગયા. સુધાના કહેવા પ્રમાણે  આ પછી તે તેના માતાના ઘરે આવી અને સમગ્ર ઘટના તેની માતા ફૂલ કુમારીને જણાવી. 5 જૂને ફૂલ કુમારીએ તેને કહ્યું કે હું તારા સાસરે જઈને આ અંગે વાત કરીશ. સુધાએ કહ્યું કે માતા તેને પોતાની સાથે લઈ ગઈ નથી. તે તેની માતાની રાહ જોતી રહી પરંતુ માતા પણ પરત ન ફરી.


માતા પણ સસરા સાથે ફરાર


પીડિતાએ કહ્યું કે થોડા દિવસો પછી મને ખબર પડી કે મારી માતા મારા સસરા બિરાજી ભગત સાથે ગામમાંથી ફરાર થઈ ગઈ છે. તે બંને દિલ્હીમાં રહે છે. હવે ન તો મા મારો ફોન ઉપાડી રહી છે અને ન તો કોઈ મારી સાથે વાત કરી રહ્યું છે. સર પ્લીઝ મને મદદ કરો. મને નાની છોકરીને લઈને ઘરે-ઘરે ઠોકર ખાવાની ફરજ પડી છે.


મહિલાના પતિનો ખુલાસો


સુધાએ પોલીસમાં કેસ નોંધાવ્યો ત્યારે પોલીસે તપાસ શરૂ કરી તો તેમણે છોટુ સાથે વાત કરી. આ પછી છોટુએ પોલીસને જે પણ કહ્યું તેનાથી બધા ચોંકી ગયા. છોટુએ કહ્યું કે મારી સાસુએ મારા લગ્ન મારી સાળી સાથે કરાવ્યા છે. તેણે કહ્યું હતું કે બદલામાં તે મને કાર અને પૈસા આપશે. હું બંને પત્નીઓ સાથે રહેવા માંગુ છું. પોલીસ હવે આ મામલે કાર્યવાહી કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News