નણંદોઇ પતિને દારૂ પીવડાવી ચઢવણી કરતો હોવાની પત્નીએ નોંધાવી ફરિયાદ

  • October 25, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પતિ સહિતના સાસરીયાઓ અસહ્ય માનસિક તેમજ શારીરીક ત્રાસ આપતા હોય તેમજ પતિએ પત્નિને આપણી દિકરીને ભણાવવાની છે એટલે તુ ભાવનગર રહે તેમ જણાવી ભાવનગરમાં રહેવા માટે મોકલી આપ્યા બાદ પતિએ પત્નિ સાથે રહેવાનું બંધ કરી દેતા પોલીસે પતિ સહિતના નવ સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
 નીરુબહેન બકુલભાઈ ચાંડીસે   બકુલ મેઘજીભાઈ ચાંડીસ (રહે.મહુવા), મંજુલાબહેન મેઘજીભાઈ ચાંડીસ, મીનાક્ષી મેઘજીભાઈ ચાંડીસ, ભારતીવસંતભાઇ ગીલતર, વસંત ગીલતર,  દક્ષાબહેન ચાંડીસ, ઉષાબહેન  બારૈયા, કવિતા મનોજભાઈ પડાયા અને મનોજ પડાયા સામેની  ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના  લગ્ન આરોપી બકુલ સાથે વર્ષ ૨૦૦૭માં થયા હતા અને તેમને સંતાનમાં એક દિકરી છે.
લગ્ન બાદ પતિ સહિતના તમામ સાસરીયાઓ ફરિયાદીને માનસિક અને શારીરીક ત્રાસ આપતા હતા. દરમિયાનમાં ફરિયાદીના પતિએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તુ અને દિકરી બન્ને ભાવનગર રહો જેથી દિકરી ભણી શકે અને હુ અઠવાડીયે આવતો રહીશ એટલે ફરિયાદી અને તેમના દિકરી ભાવનગર રહેવા માટે આવ્યા હતા. જો કે, ત્યાર બાદ ફરિયાદીના પતિએ ભાવનગર આવવાનું બંધ કરી દીધુ હતું. આ અંગે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News