નલિયામાં ૪.૨, ભુજમાં ૯.૮ રાજકોટમાં ૯.૯ ડિગ્રી ઠંડી

  • December 28, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ દિશામાંથી ફુકાઈ રહેલા બરફીલા પવનના સુસવાટા, દરિયા તરફથી આવી રહેલા ભેજ અને માવઠાના કારણે ગુજરાતમાં આજથી ઠંડી વધુ કાતિલ બની છે. રાયના તમામ વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો સામાન્યથી છ ડિગ્રી જેટલો નીચે ઉતરી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે.
નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી હતું તે આજે એક જ દિવસમાં છ ડિગ્રી જેટલું નીચે ઉતરી જઈને આજે ૪.૨ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને ૯૧ ટકા થઈ જતા આજે આખો દિવસ ધાબડિયું વાતાવરણ રહ્યું હતું.
પોરબંદરમાં પણ આજે એક જ દિવસમાં લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી નીચે સરખી ગયું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૬.૪ અને આજે ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં ગઈકાલની સરખામણીએ આજે ચાર ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ફરી સિંગલ ડિજિટમાં આવી ગયું છે. રાજકોટમાં ગઈકાલે ૧૩.૬ અને આજે ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ભાવનગરમાં બે, દ્રારકામાં ત્રણ, વેરાવળમાં બે, ભુજમાં બે, અમદાવાદ ડીસા અને વડોદરામાં ત્રણ તથા ગાંધીનગરમાં અઢી ડીગ્રી લઘુતમ તાપમાન નીચે ઉતયુ છે. ભુજમાં આજે ૯.૮ ભાવનગરમાં ૧૫.૭ દ્રારકામાં ૧૪.૬ ઓખામાં ૧૮.૨ વેરાવળમાં ૧૫ અમદાવાદમાં ૧૬.૫ ડીસામાં ૧૩.૮ ગાંધીનગરમાં ૧૬ અને વડોદરામાં ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી રહેવા પામ્યું છે. જૂનાગઢમાં ૧૫.૫ અને ભવનાથ તળેટીમાં ૧૩.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પવનની ગતિ વધુ હોવાના કારણે ગિરનાર રોપવે આજે બધં કરી દેવાયો છે.
ગુજરાતની માફક દેશમાં પણ માવઠું થયું છે અને પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર્રમાં માવઠાને કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application