રાજકોટ શહેર પોલીસ ફરી જુના સિરસ્તે ચાલવા લાગી હોય અથવા તો ચાલતી છૂપી ગતિવિધીઓ બહાર આવતી હોય તેમ તાજેતરના જ સોના કાંડ અને કાર કાંડના બે કિસ્સા ચર્ચાની એરણે છે. એવી પણ વાત છે કે આવું અન્ય ધરબાયેલું તો ઘણું હશેે. જોકે, અત્યાર સુધીના મહત્તમ પોલીસ તોડ કાંડમાં સરવાળે મરો તો નાના પોલીસ કર્મચારીઓનો જ થતો હોય તેમ સસ્પેનશન કે બદલીઓની સજા માછલીઓને મળે અને માલ મગરમચ્છો ખાઇ જતાં હોય તેવો ઘાટ તેમજ નાના સ્ટાફમાં આંતરિક ગણગણાટ પણ વહેતો થયો છે. ઉપરીઓ કે ઉચ્ચ અધિકારીઓ પોતાના તાબાનો સ્ટાફ કરોડોના કાંડ કરતો હોય અને અજાણ હોય તે ગળે ઉતરે તેવી બની શકે નહીં તેવી પણ ચર્ચા છે.
રાજકોટ શહેર પોલીસની છૂપા કામો કે આવા છૂપા કાંડોની લખવા બેસીએ તો એક ગ્રથં બની શકે, પરંતુ તાજેતરમાં જ જોઇએ તો સોની વેપારીનું સોનું લઇ લેવાના પ્રકરણમાં એ–ડીવીઝન પોલીસ મથકના બે પોલીસમેન કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ સાથે આંતર જિલ્લ ા બદલી કરીને નર્મદા તેમજ પંચમહાલ બદલાવ્યા છે એટલે કે, આ બન્નેનો હાલનો સસ્પેન્શન પીરિયડ આ બન્ને જિલ્લ ામાં જ છે. હજી આ પ્રકરણ કે ચર્ચાનો દોર પોલીસ બેડામાં શાંત પડયો નથી ત્યાં એક કારખાનેદારની ઓડી કાર શોરૂમમાંથી બારોબાર લઇ આવવાના કાર કાંડમાં ઇકોનોમીક ઓફેન્સ વિંગના પોલીસમેન જગદીશ વાંકની પોલીસ હેડ કવાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે. આ પોલીસમેનને સસ્પેન્શન કે જિલ્લ ા ટ્રાન્સફર ન થઇ તે બાબતે હાંશકારો કે રાજીપો લેવો રહ્યો.
રાજકોટ શહેરમાં પોલીસ મથકો કે બ્રાન્ચમાં ફિલ્ડમાં દોડતો સ્ટાફ કયાંય કાંઇ જાણબહાર કરે કે બારોબાર મોટા વહીવટ કે કાંડ કરે તેવું માની શકાય નહીં અને જો આવું થતું હોય તો તેમના જ ઉપરી અધિકારીઓની નાલેશી કહેવાય. છૂપા કાંડો કે વહીવટો બહાર આવે ત્યારે સરવાળે ભોગ માછલીરૂપ નાના કર્મચારીઓનો જ લેવાતો હોય છે. આંતરિક ચર્ચાઓ મુજબ જે લાખેણા વહીવટો થાય તેનો હર હિસાબ અધિકારીઓના કાને કે ધ્યાને મુકાતો હોય છે અને રાબેતા મુજબ સિસ્ટમ ચાલે છે. જયારે કોઇ પ્રકરણો ગાજે ત્યારે જેના થકી વહીવટો થયા હોય કે જેનું ડાયરેકટર ઇન્વોલ્વમેન્ટ હોય તેવા નાના પોલીસ કર્મચારીઓ પર જ સસ્પેન્શન કે બદલીની ગાજ વરસે છે.
જે રીતે લાખોનો સોનાનો કાંડ થયો તેમાં શું આ બન્ને પોલીસમેન જ બધુ જાણતા હશે ? અને બન્ને એ જ લાખોનું સોનું હડપ કરવાની ચાલ રમી હશે ? ઉપરીઓ કઇં નહીં જાણતા હોય ? એવું પણ કહેવાય છે કે, આ સોના કાંડના પગલામાં કયાંક ને કયાંક ઉતાવળ કે કાચુ તો નથી કપાઇ ગયું ને ? જોકે, ઉચ્ચ અધિકારીઓએ પગલાં લીધા હોય તો તેમને જે યોગ્ય દેખાયું હોય એ મુજબ જ પગલાં લીધા હોય. આવી જ રીતે તાજેતરના જ ગાજી રહેલા બીજા એક કાર કાંડમાં મુખ્ય ભુમિકા ભજવનાર જગદીશ વાંક પર અત્યારે દોષનો ટોપલો આવી પડયો છે. હાઇકોર્ટમાં ફરિયાદ થતાં કદાચિત પીઆઇ પર ફરજીયાતપણે અદલ–બદલના પગલાં લેવા પડે તેમ પીઆઇને ઉચ્ચ અધિકારીએ લીવ રિર્ઝવમાં મુકવા પડયા હશે
નાના કર્મચારીઓને લાલસા કે વ્હાલા થવાનું ભારે પડે છે !!સોના કાંડ – કાર કાંડના આ બન્ને પ્રકરણોને લઇને અત્યારે નાના સ્ટાફમાં ભારે ફફડાટ અને નારાજગી પણ આંતરિક રીતે ચાલી રહી હશે. મોટા મોટા તોડકાંડમાં માલ મોટા જમે અને ભોગ છેલ્લ ે નાનાનો જ લેવાય છે. મગરમચ્છો આબાદ રહી જાય છે, માછલીઓ મરતી રહે છે. આવું કયાં સુધી ચાલશે ? જો આવુને આવુ ચાલે તો કામ પણ કેમ કરવા ? આ બધા પ્રશ્નમાં કયાંકને કયાંક નાના કર્મચારી પણ લાલચે કે સાહેબોને વહાલા થવા માટે દોડતા રહે છે. જે લાવે એમાંથી તેઓનું પણ મોં મીઠું થતું રહે છે. જયારે ફસાય ત્યારે અવનવી વાતો આક્ષેપો–પ્રતિઆક્ષેપો ઉભરવા લાગે છે. સૌથી સરળ કે સીધી સટ વાત એ જ છે કે, જો નાના કર્મચારીઓ લાલસા છોડે અને સીધી લીટીએ દોડે તો આવુ સહન ઓછું કરવું પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech