જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ 7 વિધાનસભા બેઠકનાં મતદારો સાથે દશ વર્ષથી સતત સંપર્કમાં રહેલા સાંસદ લોકોની વચ્ચે રહેનારા નેતા સાબીત થયા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, કલમ 370 જેવા મોટા નિર્ણયો હાલારના મતદાતાઓ કદાચ ભુલી શકશે નહીં: સુદર્શન બ્રિજ અને રેલ્વે તથા વિમાની સેવાઓ, લાખો લોકોને રોજીરોટી આપતા બ્રાસપાર્ટ ઉદ્યોગના પૂર્ણ થયેલા પ્રશ્ર્નો પૂનમબેનને મોટો ફાયદો આપી શકે છે: મહીલાઓનું પ્રબળ સમર્થન પણ જમાપાસુ
12-જામનગર લોકસભા બેઠકના ભાજપના સુશિક્ષીત મહીલા ઉમેદવાર અને દોઢ દાયકાની લાંબી કારર્કીદીને સ્વચ્છ રાખનારા તેમજ મહીલા સાંસદ તરીકે ઉમેદવારની હેટ્રીક નોંધાવનારા પૂનમબેન માડમની જીતની હેટ્રીક પણ નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે, એમના દ્વારા જામનગર જિલ્લા તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના લોકો સાથે પાછલા દશ વર્ષમાં સતત જે સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે, તેઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા હોવાથી હાલારની તમામ 7 વિધાનસભા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં સમર્થન મેળવવામાં તેઓ સફળ થઇ રહ્યા છે, અધુરામાં પુ એમની સાથે વિકાસ પુષ અને દેશને એક નવી દીશા દેખાડનારા તથા દશા બદલનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નામ જોડાયેલું છે. હાલારના પ્રત્યેક મતદારો એ વાત જાણે છે કે, 7મી મેના રોજ ભલે તેઓ પૂનમબેન માડમ માટે મતદાન કરવા જવાના છે પરંતુ વાસ્તવમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મતદાન કરશે અને આ બાબત જ એવી છે કે જેની સામે જ્ઞાતિ, જાતિના કોઇ વાડા રહેતા નથી અને જયારે નરેન્દ્રભાઇ મોદીની વાત આવે ત્યારે બધા એકી અવાજે એમને સમર્થન આપે છે.
એ બાબત નોંધપાત્ર છે કે, નારાજગીના કારણે ભાજપ સામે વિરોધ પણ કરવામાં આવે છે, હાલમાં પણ વિરોધ ચાલી રહ્યો છે જો કે, વિરોધ કરનારા તરફથી એવું પણ જાહેર કરાતું રહે છે કે અમને ભાજપ કે નરેન્દ્રભાઇ મોદી સામે વાંધો નથી, જુદા-જુદા સ્થળે ઘણી વખત આ પ્રકારના નિવેદનો અપાયા હોવાનું સામે આવ્યું છે, તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની વાત આવે એટલે તમામ લોકો સમર્થન આપવા ઇચ્છે છે.
આ જ બાબતને કેન્દ્રમાં રાખીને જોઇએ તો 2014 અને 2019 બે વખત કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર રચાઇ છે અને હવે ત્રીજી વખત હેટ્રીક નોંધાવવાના સંજોગો છે ત્યારે જામનગર-દેવભુમિ દ્વારકાના મતદારો એ વાત સ્પષ્ટ રીતે જાણે છે કે તેઓ વાસ્તવમાં દેશનું સુકાન વધુ એક વખત નરેન્દ્રભાઇ મોદીને સોંપવા માટે જ મતદાન કરશે અને એટલા માટે જ પૂનમબેન માડમ માટે તેઓ મતદાન કરશે એવું માનવામાં આવે છે.
વિતેલા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે જે મોટા અને ક્રાંતિકારી નિર્ણયો કયર્િ છે તે કોના લાભ માટે કયર્િ છે ? તેનાથી કોની ગરીમા વધી છે ? કોનું સપનું સાકાર થયું છે ? એ વાત બધા સારી રીતે જાણે છે, હજુ પણ ત્રીજી ટર્મમાં આથી વધુ મોટા નિર્ણયો કરવાનો સંકેત પણ વડાપ્રધાન જામનગર ખાતેની જાહેરસભામાં આપી ચૂકયા છે અને કહી ચૂકયા છે કે, મારે હજુ એક સપનું સાકાર કરવું છે જેના માટે તમારા એટલે કે મતદારોના સાથની મારે જર છે.
રામ મંદિરના નિમર્ણિની આડે 2014 પહેલા કેટલા અવરોધ હતાં, કેવી મોટી ચેલેન્જ હતી, અયોઘ્યામાં રામ મંદિરનું નિમર્ણિ થાય, તમામ કાનુની પ્રક્રિયા પૂર્ણ થાય અને એ પછી ભવ્ય રામ મંદિર બને એ કામ કરવું લોઢાના ચણા સમાન હતું પરંતુ નરેન્દ્રભાઇ મોદીની સરકારે સતામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં અયોઘ્યામાં રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું અને 2024માં જયારે ભવ્ય નિમર્ણિ પામેલા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે આ વચન એમને પૂર્ણ કર્યુ હતું જેનો અહેસાસ દેશના દરેક લોકોને થયો હતો અને દેશના તમામ રામ ભકતોનું સપનું સાકાર થયું હતું, આ ઐતિહાસિક વાતને જામનગર-દેવભુમિ દ્વારકાના મતદારો ભુલી શકશે નહીં અને જયારે મતદાન કરવા પહોંચશે ત્યારે સો ટકા એમની સામે આ તમામ મુદાઓ આવશે એવું વિશ્ર્લેષકો જોઇ રહ્યા છે.
એ જ રીતે જમ્મુ-કાશ્મીરમાં 2014 પહેલા શું સ્થિતિ હતી અને એ પછી જયારે કલમ 370 દુર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, એટલું જ નહીં વિધીવત રીતે સંસદ ભવનમાં લોકશાહી ઢબે આ કલમ દુર કરવામાં આવી જેનાથી કાશ્મીરને ભારતથી અલગ પાડવાના સપના જોનારા દુશ્મનોના હાથ હેઠા પડી ગયા છે, એ બાબત પણ મતદારો ભુલી શકે નહીં, આ ઉપરાંત દેશ આખાએ વિકાસની વણઝાર જોઇ છે અને એટલા માટે જ દેશવાસીઓ વધુ એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીને બેસાડવા ઇચ્છુક છે એવો માહોલ ગુજરાત સહિત દેશમાં જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કેન્દ્ર સરકારના જામનગરના પ્રતિનિધિ પૂનમબેન માડમની પાછલી બે ટર્મ પર નજર કરવામાં આવે તો સ્પષ્ટ દેખાય છે કે, તેઓ સાંસદ બન્યા પછી અનેક વખત ઉતાર-ચડાવ આવ્યા છતાં અડીખમ રહ્યા છે અને સતતને સતત લોકોની વચ્ચે રહ્યા છે.
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક 76-કાલાવડ, 77-જામનગર ગ્રામ્ય, 78-જામનગર ઉત્તર, 79-જામનગર દક્ષિણ અને 80-જામજોધપુર વિધાનસભા વિસ્તારના લોકો સાથે છેલ્લા 10 વર્ષથી સતત પૂનમબેને સંપર્ક જાળવી રાખ્યો છે અને આટલું જ નહીં દરેક પ્રસંગોમાં તમામ વિધાનસભા બેઠકોમાં તેઓ જર પડયે ત્યારે પહોંચ્યા જ છે, આ વિધાનસભા વિસ્તારના કેન્દ્ર સરકારે લગતા પ્રશ્ર્નોને તેમણે ગંભીરતાથી લઇને પરીણામ સુધી પહોંચાડયા છે, એ જ રીતે દેવભુમિ દ્વારકા જિલ્લાની 81-ખંભાળીયા અને 82-દ્વારકા વિધાનસભા બેઠક ઉપર પણ છેલ્લા 10 વર્ષથી પૂનમબેન માડમ સતત પ્રજાની વચ્ચે અને સાથે રહ્યા છે, આ તમામ બાબતોનું મુલ્યાંકન હાલમાં મતદારો કરી રહ્યા છે, કારણ કે ચૂંટણીના પરીણામ પછી પ્રજાના પ્રતિનિધિઓ ઘણી વખત અદ્રશ્ય થઇ જાય છે પણ પૂનમબેન માડમે આ મેણું ભાંગ્યું છે.
મોટામાં મોટા વિકાસ કાર્યો પણ પૂનમબેન માડમના કાર્યકાળમાં પરીણામ સુધી પહોંચ્યા છે, ઓખાથી બેટદ્વારકા વચ્ચેનો સુદર્શન બ્રિજ એક મોટામાં મોટો દાખલો છે, આ ઉપરાંત વંદેભારત ટ્રેન ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોને દ્વારકા સુધી લંબાવવી તેનો લાભ આખા જિલ્લાને આપવો તે માટે છેલ્લા 10 વર્ષમાં પૂનમબેન માડમે કેન્દ્રના રેલ્વે મંત્રાલય પાસે લેવડાવ્યા છે જેનો લાભ સમગ્ર હાલારની જનતાને મળી રહ્યો છે, વિશ્ર્વ કક્ષાએ જેનું નામ છે એવા બ્રાસપાર્ટ ઉદ્યોગની સામે 2014 પહેલા મોટા વિકરાળ પ્રશ્ર્નો હતાં જેનાથી આ ઉદ્યોગને માઠી અસર પડતી હતી, તેને ખુબ જ ગંભીરતાથી લઇને બ્રાસપાર્ટ ઉદ્યોગને નડતા પ્રશ્ર્નોના નિરાકરણ લાવવામાં પણ તેઓ સફળ થયા એ બાબત ખુબ મોટી છે, કારણ કે બ્રાસપાર્ટ ઉદ્યોગ લાખો લોકોને રોજીરોટી આપે છે અને રોજગારી સાથે સીધી રીતે જોડાયેલ છે, પૂનમબેન દ્વારા કેન્દ્ર સરકારને લગતા જામનગર જિલ્લાના માછીમારોના પ્રશ્ર્નોેને પણ મોટાભાગે પરીણામ સુધી પહોંચાડવામાં આવ્યા છે અને એ વર્ગ પણ આજે ખુબ ખુશ છે.
એક સફળ લોક પ્રતિનિધિ તરીકે તેઓ પ્રસ્થાપીત થયા અને સૌથી મોટી વાત એ છે કે, ધારાસભ્ય ત્યારબાદ સંસદ સભ્ય જેવી દોઢ દાયકાની રાજકીય કારર્કીદીમાં એમને કયાંય એક પણ ડાઘ લાગ્યો નથી, સ્વચ્છ કારર્કીદી રાખવામાં તેઓ સફળ થયા છે અને આજે જે રીતે રાજકીય માહોલ છે તેમાં પોતાને સ્વચ્છ રાખવું પણ એક મોટી ચેલેન્જ છે જેમાં તેઓ સાંગોપાર ઉતયર્િ છે.
7મી મેના રોજ જયારે હાલારના મતદારો મતદાન કરવા જશે એ પૂર્વે આ તમામ બાબતોને સો ટકા ઘ્યાનમાં લે એવી ચચર્ઓિ પ્રબુઘ્ધ લોકોમાં થતી સાંભળવા મળી છે, એક તરફ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીની હેટ્રીક અને સાંસદ તરીકે પૂનમબેન માડમની હેટ્રીક માટે મતદારો ગંભીરતાથી નિર્ણય લઇ ચૂકયા હોય એવું લાગે છે.
બે દિવસ પહેલા જામનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખુદ જયારે એમ કહ્યું કે, હજુ એક મોટુ સપનું સાકાર કરવા માટે મારે તમારી એટલે કે મતદારોના સાથની જર છે એ બાબત પણ હાલારભરના મતદાતાઓના મગજ પર અસર કરી ગઇ હોય એવું લાગે છે અને વડાપ્રધાને પોતાના હાથ મજબુત કરવા માટે પૂનમબેન માડમ માટે ભરપૂર મતદાન કરવાની પણ અપીલ કરી હતી તેનાથી માહોલ બદલાઇ ગયો હોય એવો અહેસાસ વિશ્ર્લેષકો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech