માંગરોળમાં વહીવટદાર હેઠળ ચાલતું શાક માર્કેટનું કામ લોટ, પાણીને લાકડા જેવું

  • February 03, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માંગરોળમાં સુધરાઈએ નિયત કરેલ કોન્ટ્રાકટર દ્રારા શાકમાર્કેટ નવી બનાવવાનુ કામ ચાલે છે સુધરાઈમાં સરકારી વહિવટદારનું શાશન છે પ્રથમ રીતે જોતાં આ કામ અત્રેના વહિવટદાર તરીકે  રેન્કના મહિલા અધિકારી કુમારી વંદના મીણા (આસીસ્ટન કલેકટર)ની સીધી દેખરેખ નિચે આ કામ ચાલે છે ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર મુકત અને ગતિશીલ ગુજરાત કોન્સેપ્ટ સાથે ભાજપ સરકાર સત્તામાં છે અહીં સરકારી શાશન છે કામ નિયત સમય મર્યાદામાં થાય, કામ પ્લાન એસ્ટીમેન્ટ મુજબ થાય, કામમાં વપરાતું મટીરીયલ નિયત ગુણવત્તાનું વાપરી કામ થાય અને કામ ગુણવત્તાયુકત થાય તે જોવાની સરકારી વહિવટદારની સીધી જવાબદારી બને છે.ત્યારે અહીં આપેલા ફોટાઓમાં જોવા મળતા પથ્થરો જાતે જ પોતાની ગુણવત્તાની ગાથા કહી જાય છે કામ એક વર્ષથી તુટક –તુટક રીતે ચાલે છે કોઈ તપાસ નહી, કોઈ સરપ્રાઈઝ ચેકીંગ નહીં વહિવટદારને તો આવું કોઈ કામ ચાલે છે તેની કદાચ જાણ સુધ્ધા નથી અને ચિફ ઓફીસર માટે તો માંગરોળ માં એક પંકિત ગવાય છે કે ઓખો તો દુનિયામાં નોખો કહેવાય, માંગરોળના ચીફ ઓફિસરની તો વાત જ ન થાય માટે તેને કોઈ કહેનાર કે પુછનાર નથી આ કામ જોતાં લાગે છે કે સરકાર ની ગતિશીલ ગુજરાતના સ્થાને શીથીલ ગુજરાત અને ભ્રષ્ટ્રાચાર મુકત ને બદલે ભ્રષ્ટ્રાચાર યુકત વહિવટ નો ઉમદા નમુનો જોવા મળે છે એ યાદ અપાવીએ કે અહિંના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા પણ ભાજપના છે અને સાંસદ રાજેશ ચુડાસમા પણ.. જૂઓ ડબલ એન્જિન સરકારનો ખુલ્લો ભ્રષ્ટ્રાચાર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application