પોરબંદર શહેરના ૨૪૪૮ જેટલા ગરીબ પરિવારોને માત્ર ૫૦૦૦ પિયા તથા ૫૦ હજાર રૂપિયા જેવા નજીવા દરે રહેવા માટે આવાસ મળી રહે તે માટે મિશન સીટી યોજના હેઠળ ૮૭૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર થઈ હતી અને તેમાંથી બોખીરા થી કુછડી જતા રસ્તે ગરીબો માટેની આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ અને ત્યા ૨૪૪૮ ફ્લેટ બનાવવામાં આવ્યા છે,જેમાં અંદાજે ચાર વર્ષ કરતા વધુ સમયથી લોકો વસવાટ કરી રહ્યા છે.આ આવાસ યોજનામાં લોકોને શાકભાજી સહિતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે શાકમાર્કેટનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ,પરંતુ કોઈ કારણોસર ચાર વર્ષ પછી પણ આ શાકમાર્કેટમાં દુકાનો અને થડા શરૂ કરવામાં આવ્યા નથી તેના કારણે શાકમાર્કેટનો વિસ્તાર આવારા તત્વોનો અડો બની ગયો છે અને અહીંયા ઠેર-ઠેર દારૂની ખાલી કોથળીઓ ઉડી રહી છે.જે સાબિત કરી આપે છે કે અહીંયા દારૂની મહેફીલો જમાવવામાં આવે છે.માટે હવે પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ શાકમાર્કેટનું વહેલીતકે લોકાર્પણ કરી દેવું જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech