જસદણમાં રહેતા યુવાને ધંધાના કામ માટે કનેસરામાં રહેતા શખસ પાસેથી ૯ લાખ વ્યાજે લીધા હોય જેના બદલામાં ૯ લાખ ૧૬ હજાર ચૂકવી દીધા હતા.છતા મૂળ રકમના . ૪,૦૦,૦૦૦ અને વધુ વ્યાજની માંગણી કરી આ શખસ ધમકી આપી બે મોબાઈલ પડાવી લીધા હતા. યુવાને કૌટુંબિક ભાઈ પાસેથી .૪,૦૦,૦૦૦ વ્યાજે લીધા હોય તેના બદલામાં તેણે યુવાન પાસેથી ત્રણ ફોર વ્હીલ, બુલેટ સહિતના વાહનો પડાવી લઈ અન્ય માણસોને મોકલી યુવાનને ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો, જસદણમાં ગંગા ભુવન શાંતિ નિકેતન સ્કૂલની બાજુમાં રહેતા મિલનભાઈ રાજુભાઈ મોખા (ઉ.વ ૨૩) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનેસરામાં રહેતા કિશોર ઉર્ફે કિશન વાઘેલા, બાબરાના ઐંટવડ ગામે રહેતા પોતાના મોટા બાપુના પુત્ર અક્ષય ભરતભાઈ મોખા તથા નરેશ ઉર્ફે નાગરાજ ધાધલ, બાબરાના કર્ણકી ગામના રઘા શિવરાજભાઈ દરબાર અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવેક માસ પૂર્વે તે નાફેડમાં સેલિંગમાં કમિશન તરીકે કામ કરતો હોય અને આ સેલીંગમાં તેણે ચાર ગાડી ભાડે આપી હતી પૈસા ચૂકવવાના હોય જેથી પૈસાની જરિયાત પડતા તેણે કનેસરાના કિશોર વાઘેલા સાથે આ બાબતે વાત કરતા તેણે ૧ લાખ વ્યાજે આપ્યા હતા અને તેના બદલામાં . ૩૩,૦૦૦ વ્યાજ વસૂલ્યું હતું. બાદમાં યુવાનને વધુ પૈસાની જર પડતા કિશોરભાઈ પાસેથી ફરી વ્યાજે રકમ લીધી હતી.ત્યારબાદ આ કિશોરને વ્યાજની રકમ ચૂકવવા માટે તેણે પોતાના મોટા બાપુના દીકરા અક્ષય મોખાને વાત કરી હતી ત્યારે અક્ષયે કહ્યું હતું કે તને પૈસા મળી જશે પરંતુ ઇકો ગાડી આપવી પડશે બાજુમાં તેણે અક્ષય પાસેથી પણ વ્યાજે રકમ લેવાનું શ કયુ હતું.ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેણે કિશોર ઉર્ફે કિશન વાઘેલા પાસેથી કટકે કટકે કરી કુલ ૯ લાખ વ્યાજે લીધા હોય જેના બદલામાં ૯,૧૬,૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં તે હજુ મૂળ રકમના ચાર લાખ તથા વધુ વ્યાજની માંગણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રોમિસરી નોટ લખાવી લઇ ચેક લઈ લીધા હોય જે રિટર્ન કરાવવાની ધમકીઓ આપે છે તેમજ બળજબરીપૂર્વક બે મોબાઈલ ફોન પડાવી લીધા છે. યારે કૌટુંબિક ભાઈ અક્ષય પાસેથી કટકે કટકે કરી કુલ પિયા ૪ લાખ ૧૦ ટકા વ્યાજ લીધા હોય તેના બદલામાં ૭૦,૦૦૦ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આ અક્ષય બે ઇકો ગાડી, એક ફોર્ડ ફિગો અને બુલેટ સહિતના વાહનો પડાવી લીધા હોય તેમજ અક્ષય અન્ય આરોપી નરેશ ઉર્ફે નાગરાજ રઘા તથા અજાણ્યા શખસને અહીં મોકલી તેના મારફત યુવાનને બોલાવી વ્યાજના બધા પૈસા તેઓના હોય તેવું જણાવી ધમકીઓ આપી લખાણવાળા કાગળ ઉપર યુવાનની સહી કરાવી લીધી હતી. જેથી આ અંગે યુવાને આ પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એકટ તથા બળજબરીથી વાહનો પડાવી લેવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. વ્યાજખોરીના આ બનાવને લઇ વધુ તપાસ જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાની ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ
November 22, 2024 10:25 AMસોમનાથ : રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ
November 22, 2024 10:24 AMજગતમંદિર પર તત્કાલ ધ્વજાજી માટે ડિસેમ્બર માસનો ડ્રો સંપન્ન
November 22, 2024 10:22 AMરાજકોટથી દિલ્હી જતી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં આગ ભભૂકી
November 22, 2024 10:13 AMત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech