રશિયાની ફેડરલ સિકયુરિટી સર્વિસના વડા એલેકઝાન્ડર બોર્ટનિકોવે મોસ્કો આતંકવાદી હત્પમલાને લઈને ચોંકાવનારો દાવો કર્યેા હતો. ક્રોકસ સિટી હોલ હત્પમલાની ચાલી રહેલી તપાસ વચ્ચે બોર્ટનિકોવેકહ્યું કે આ હત્પમલા પાછળ અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો હાથ છે. બોર્ટનીકોવે મોસ્કોમાં એક મીટિંગમાં જણાવ્યું હતું કે, અત્યારે અમે અમારી પાસે રહેલી તથ્યાત્મક જાણકારીના આધારે વાત કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે યુક્રેન એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે 'ખૂબ સક્ષમ' છે. પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તેણે ઓચિંતો હત્પમલો કરીને આતંકવાદી કૃત્ય કયુ છે. તેમણે ભૂતકાળમાં યુક્રેન, બ્રિટન અને અમેરિકાએ પણ રશિયામાં આવા હત્પમલા કર્યા હોવાનો ફરી એકવાર ઉલ્લેખ કર્યેા હતો. બોર્ટનિકોવે કહ્યું કે, રશિયામાં ડ્રોન હત્પમલા, સમુદ્રમાં માનવરહિત બોટ પર હત્પમલા, તોડફોડ કરનારાઓના જૂથો અને આતંકવાદી સંગઠનોની આપણા વિસ્તારમાં ઘૂસણખોરી થઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ અને યુક્રેન આપણા દેશને વધુ નુકસાન પહોંચાડવા માંગે છે.
૨૨ માર્ચે આતંકવાદીઓ મોસ્કો શહેર નજીકના આવેતા ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર અને વિસ્ફોટ કર્યેા હતો. આ આતંકી હત્પમલામાં ૧૩૯ લોકો માર્યા ગયા હતા અને ૧૮૨ લોકો ઘાયલ થયા હતા. આ આતંકી હત્પમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટએ લીધી હતી. રશિયન સુરક્ષા દળોએ આતંકવાદી હત્પમલામાં સંડોવણીની શંકાના આધારે ચાર બંદૂકધારીઓ સહિત કુલ ૧૧ લોકોની ધરપકડ કરી છે.
હત્પમલા બાદ રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને આરોપ લગાવ્યો હતો કે અમારી પ્રારંભિક માહિતી મુજબ યુક્રેને આતંકવાદીઓ માટે અમારી સરહદમાં ઘૂસવાનો રસ્તો આપ્યો હતો. પુતિને હત્પમલામાં સામેલ તમામ લોકોની ઓળખ કરીને તેમને સજા કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રશિયન રાષ્ટ્ર્રપતિએ એમ પણ કહ્યું કે મોસ્કોની બહાર કોન્સર્ટ હોલ પર હત્પમલા માટે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ જવાબદાર છે, પરંતુ યુક્રેનને આ જઘન્ય અપરાધથી અલગ રાખી શકાય નહીં. યારે અમેરિકાનું કહેવું છે કે આઈએસઆઈએસએ મોસ્કોના ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં આતંકવાદી હત્પમલો કર્યેા છે. યુક્રેન સરકાર આ હત્પમલામાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech