પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન ફૂલ હતી તો શ્રદ્ધાળુઓ પથ્થરમારો કરી અંદર ઘુસ્યા

  • February 11, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માઘ પૂર્ણિમાના દિવસે સંગમ ખાતે સ્નાન કરવાના સ્વપન સાથે મધુબની, દરભંગા અને સમસ્તીપુરમાં ભકતોની ભીડ એકઠી થઈ હતી. પરિણામે, મધુબની સ્ટેશન પર ટ્રેનમાં ચઢી ન શકયા હોય તેવા શ્રદ્ધાળુઓએ સ્વતત્રં સેનાની ટ્રેન પર પથ્થરમારો કર્યેા હતો, જેના કારણે ૧૨૫૬૧ સ્વતંત્રતા સેનાની એકસપ્રેસના એમ–૧થી બી–૫ અને એ–૧ સુધીના એસી કોચના કાચ તૂટી ગયા હતા. મુસાફરો બારી તોડી અંદર ઘૂસી ગયા હતા.
ટ્રેનના એસી કોચમાં જયનગરથી મુસાફરી કરી રહેલા મુસાફરો ખૂબ જ ડરેલા દેખાતા હતા. પથ્થરમારા પછી મુસાફરો પથ્થરો બતાવી રહ્યા હતા. આખા સ્ટેશન પરિસરમાં અંધાધૂંધીનો માહોલ હતો. ભીડ સામે રેલવે પોલીસ વામણી સાબિત થઈ રહી હતી. સમસ્તીપુર સ્ટેશન પર એસી બોગીની બારીમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચઢી રહ્યા હતા. એવું લાગતું હતું કે, આપણે જનરલ બોગીમાં ચઢી રહ્યા છીએ.માઘ પૂર્ણિમાના દિવસે, મિથિલા ક્ષેત્રના ભકતો મોટી સંખ્યામાં પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા માટે મધુબની, દરભંગા અને સમસ્તીપુર સ્ટેશનો પર એકઠા થયા હતા. પરિણામ એ આવ્યું કે લોકોએ ટ્રેન પર પથ્થરમારો શ કરી દીધો. કારણ કે, તેઓ મધુબની ૧૨૫૬૧ સ્વતત્રં સેનાની એકસપ્રેસમાં ચઢી શકયા ન હતા. આ પથ્થરમારામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. સમસ્તીપુરથી ટ્રેન લગભગ એક કલાક મોડી નીકળી. લોકો ટ્રેનના દરવાજા પર લટકાવીને મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાર્સલ વાન પણ ભકતોથી ભરેલી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application