અગ્નિકાંડ મુદ્દે 25મીએ બંધ પાળવા રાજકોટના વેપારીઓ મકકમ

  • June 22, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીઆરપી અગ્નિકાંડનાં પીડિતોને ન્યાય અપાવવા અને તેમનાં પરિવારજનોનાં આંસુ લુછવા તેમજ શ્રધ્ધાંજલિ પાઠવતા શહેરીજનો એક મચં પર આવી ૨૫મીએ બંધનાં એલાનમાં જોડાશે.રાજકોટ ગેમઝોનની અગ્નિકાંડ પીડિતોને ન્યાય મળે તે માટે તારીખ ૨૫૬, મંગળવારે અડધો દિવસ રાજકોટ બંધનું એલાન આપેલ છે. ત્યારે આ બંધમાં જોડાવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લ ા કોંગ્રેસ સમિતિ દ્રારા આખરી ઓપ અપાઈ રહ્યો છે અને તમામ વેપારી એસોસિએશન જેમાં દાણાપીઠ એસોસિયેશન, લાખાજીરાજ એસોસિએશન, પરા બજાર એસોસિએશન દ્રારા સ્વૈચ્છિક રીતે વેપારીઓએ બંધમાં જોડાવા માટેની સંમતિ આપેલ છે ત્યારે દરેક વેપારીઓને પણ પીડિતોના આંસુ લૂછવા અને ન્યાય મળે અને સરકારના કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે જવાબદારોને જેલ ભેગા કરે એ માટે બધં રાખવા

એક મહિના પછી પણ તપાસ ચાલુ હોય તો આ એસઆઇટીના અધિકારીઓ કોના ઇશારે તપાસ કરે છે તે બાબત પણ તપાસનો વિષય છે ? સરકાર દ્રારા તપાસ અંગે ત્રણ ત્રણ કમિટીઓ રચવા છતાં આજની તારીખે અિકાંડમાં શું સત્ય છે તે શોધવાનું હજી બાકી રહ્યું છે ? બાંધકામ કોના આદેશથી કયા પદાધિકારીએ વહીવટ કર્યેા તે બહાર આવેલ નથી. પોલીસ દ્રારા લાઇસન્સ કઈ રીતે અપાયું તે પણ તપાસનો વિષય છે. ગેમઝોનમાં પેટ્રોલ–ડીઝલનો જથ્થા અંગે પણ તત્રં કશું ઉકાળી શકી નથી ગેમઝોનના માચડા પર રાતોરાત બુલડોઝર અને આધુનિક મશીનરીઓ ફેરવી પુરાવાનો નાશ કોના આદેશથી કરાયો અને આ અંગે કોઈ લેખિત સુચના ન હોવા છતાં અધિકારીઓ દ્રારા માચડો હટાવી લેવાયો પોલીસ અને મહાનગરપાલિકામાં ફાઇલ કોના કહેવાથી ગુમ કરી આવી અનેક બાબતોની તપાસ હજુ બહાર આવી નથી ત્યારે પીડિતોને ન્યાય મળશે કે કેમ તે એક શંકા હોવાને પગલે આપણે સૌ સાથે મળી જે કાંઈ પદાધિકારીઓ કે કોર્પેારેટરની આમાં સંડોવણી હોય તે અને જે કઈં મોટા આઇપીએસ ને આઈએએસ અધિકારીઓ હોય તે જેલ ભેગા થાય અને પીડિતોને ન્યાય મળે અને વધુ વળતર સરકાર દ્રારા ચૂકવાઇ એ બાબતને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા અિકાડની ઘટના બાદ વખતો વખત લેખિત રજૂઆતો થઈ છે.

બધં એલાન માટે શહેરીજનોને જોડાવવા કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાયગુરૂ, કોંગી આગેવાનો મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, ડો.હેમાંગ વસાવડા, હિતેશ વોરા, વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું.જયારે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, જેમ્સ એન્ડ જવેલરી, ગોલ્ડ ડિલર્સ, હોલસેલ, મરચન્ટ માર્કેટ સહિત એસો.નાં હોદ્દેદારોએ બજારો સ્વૈચ્છિક બધં રહેશે તેવું જણાવ્યું હતું

અગ્નિકાંડ મામલે તા.૨૫ જૂને રાજકોટ બંધના કોંગ્રેસના એલાનને ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો
રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તા.૨૫ મે ના રોજ સર્જાયેલા ભયાનક અિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો કણ મોતને ભેટતા આ બનાવ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા આગામી તા.૨૫ને મંગળવારના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે આ સંદર્ભે વિવિધ વેપારી સંગઠનોને પણ બધં પાડવા માટે અપીલ કરવામાં આવી હતી આ અપીલના પ્રારંભે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા બંધના એલાનને ટેકો આપવાનું ટાળવામાં આવ્યું હતું પરંતુ અંતે આજે સકર્યુલર જારી કરીને બંધના એલાનને પરોક્ષ રીતે ટેકો આપતા હોય તેમ જે વેપારીઓને આ મામલે સ્વૈચ્છિક બધં પાળવું હોય તેમને બપોર સુધી બધં પાળવા અનુરોધ કર્યેા છે. વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા મેમ્બર્સને મોકલવામાં આવેલા સકર્યુલરમાં જણાવ્યું છે કે, ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની તા.૨૫–૬–૨૦૨૪ ના રોજ પ્રથમ માસિક પુણ્ય તીથી નિમિતે વેપાર–ઉધોગકારોને અડધો દિવસ સ્વૈચ્છીક રીતે બધં રાખવા અપીલ છે. વધુમાં જણાવ્યું છે કે આપણે સૌ જાણીએ છીએ તેમ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભયાનક આગ લાગવાથી દુર્ભાગ્યપુર્ણ ઘટના સર્જાઈ હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application