અયોધ્યા રામ મંદિરમાં 2000 ફુટ નીચે રાખવામાં આવશે ટાઈમ કેપસ્યુલ

  • January 22, 2024 07:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  

અયોધ્યાના રામ મંદિરની દરેકે દરેક બાબત અનોખી અને નિરાલી છે. આ મંદિરમાં 2000 ફીટ નીચે ખાસ ટાઈમ કેપ્સ્યુલ પણ રાખવામાં આવી છે. જેમા રામ મંદિરના ઈતિહાસ, રામ જન્મભૂમિ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ હશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યુ હતુ કે કાલપત્ર નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળ નીચે દફનાવવામાં આવશે.


રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના જણાવ્યા મુજબ મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં જો કોઈ વિવાદ થાય તો તેનાથી બચી શકાય છે. રામ મંદિર અને અયોધ્યાના ઈતિહાસ સાથે જોડાયેલી જાણકારી મેળવવી હોય તો તેને આ કેપ્સ્યુલમાં રાખવામાં આવેલા દસ્તાવેજ દ્વારા મેળવી શકાશે.


રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપલે જણાવ્યું હતું કે કાલ પાત્ર નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવવામાં આવશે જેમાં રામ જન્મભૂમિ ચળવળનો ઈતિહાસ હશે. ભવિષ્યની પેઢી ભગવાન રામના જન્મસ્થળના અસ્તિત્વના વિવાદમાં ન ફસાઈ તે માટે આવું કરવામાં આવશે. ટાઈમ કેપ્સ્યુલને સ્થળની નીચે મૂકતા પહેલા તેની અંદર તામ્રપત્રમાં મંદિર સંબંધિત તમામ જાણકારી મુકવામાં આવશે.


ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપલે વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલેલા કેસ સહિત રામ જન્મભૂમિ માટેના સંઘર્ષે વર્તમાન અને આવનારી પેઢીઓ માટે એક પાઠ આપ્યો છે. એક ટાઈમ કેપ્સ્યુલ લગભગ 2,000 ફૂટ નીચે મૂકવામાં આવશે. રામ મંદિર નિર્માણ સ્થળ પરનું મેદાન. જેથી ભવિષ્યમાં જે કોઈ મંદિરના ઈતિહાસ વિશે અભ્યાસ કરવા ઈચ્છે છે, તેને રામજન્મભૂમિ સાથે સંબંધિત તથ્યો મળશે, જેથી કોઈ નવો વિવાદ ન સર્જાય. જે ટાઈમ કેપ્સ્યુલને દફનાવવામાં આવશે તેમાં અયોધ્યાનો સંપૂર્ણ ઈતિહાસ અને તાંબાની પ્લેટો પર સંસ્કૃતમાં લખેલા ભગવાન રામના જીવનની વિગતો સામેલ હશે.


શું હોય છે ટાઈમ કેપ્સ્યુલ?


ટાઈમ કેપ્સ્યુલ કોઈપણ આકાર અને શેપનું ધાતુનું એક કંટેનર હોય છે. તે એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ અથવા તાંબા જેવી ધાતુમાંથી બનેલુ હોય છે. જો કે એલ્યુમિનિયમ કે સ્ટેનલેસ સ્ટીલમાં કાટ લાગવાની શક્યતાને કારણે મોટાભાગની કેપ્સ્યુલ તાંબાની હોય છે. ટાઈમ કેપ્સ્યુલની અંદર જે દસ્તાવેજોને રાખવામાં આવે છે. તે ખાસ એસિડમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, જેથી કરીને તે હજારો વર્ષો સુધી સડે નહીં.


શા માટે રાખવામાં આવે છે ટાઈમ કેપ્સ્યુલ?


ટાઈમ કેપ્સ્યુલ કોઈ ખાસ જગ્યા, વસ્તુ અથવા સમયની જાણકારી આપવા માટે રાખવામાં આવે છે. કેપ્સ્યુલમાં એ સ્થળ અને વસ્તુ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ, કલાકૃતિઓ અને સૂચનાઓ રાખીને માટીના અંદર દફન કરવામાં આવે છે. ભવિષ્યમાં આ કેપ્સ્યુલ દ્વારા સંબંધિત વસ્તુ અથવા જગ્યા વિશે પુરી જાણકારી મળી શકે છે.


કેટલા સમય માટે જમીનમાં ક્યાં દાટવામાં આવે છે આ કેપ્સ્યુલ?


મોટાભાગે ટાઈમ કેપ્સ્યુલ કોઈ ઈમારતના પાયામાં રાખવામાં આવે છે. ટાઈમ કેપ્સ્યુલ બે રીતે રાખવામાં આવે છે. એક અનિશ્ચિતકાળ માટે અને બીજી ચોક્કસ સમય માટે. દાખલા તરીકે જ્યોર્જિયામાં એક ટાઈમ કેપ્સ્યુલ વર્ષ 1940માં જમીનમાં દાટવામાં આવી હતી. જેમા નક્કી કરાયુ હતુ કે જો માનવ સભ્યતા રહેશે તો તેને વર્ષ 8113 સુધીમાં કાઢી લેવામાં આવશે. આ જ પ્રકારે લેખિકા માગ્રેટ એટવુડે અનેક પબ્લિશ ન થયેલા ઉપન્યાસ ટાઈમ કેપ્સ્યુલમાં દાટેલા છે. જેને વર્ષ 2114માં કાઢીને પ્રકાશિત કરવામાં આવશે.


રામ મંદિરમાં ટાઈમ કેપ્સ્યુલમાં શું રાખવામાં આવ્યુ છે ?


હવે રામ મંદિર નીચે રાખવામાં આવેલી ટાઈમ કેપ્સ્યુલની વાત કરીએ તો તેમા અયોધ્યા, શ્રી રામ જન્મભૂમિ, ભગવાન રામ અને તેમના જન્મ સ્થાન વિશે સંસ્કૃતમાં પુરી જાણકારી અને દસ્તાવેજ છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ સંસ્કૃત એવી ભાષા છે જેમા ઓછા શબ્દોમાં લાંબા વાક્યોનો સાર આવી જાય છે. આથી સંસ્કૃત ભાષાની પસંદગી કરવામાં આવી છે. રામ મંદિર નીચે રાખવામાં આવનાર ટાઈમ કેપ્સ્યુલ તાંબાની છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ જો ધરતીનો વિનાશ થઈ જાય તો સેંકડો વર્ષો બાદ પણ આ કેપ્સ્યુલ દ્વારા અયોધ્યા રામ મંદિરની જાણકારી પ્રાપ્ત થઈ શકે.

ભારતમાં બીજે ક્યાં ક્યાં છે ટાઈમ કેપ્સ્યુલ ?


ભારતના દરેક મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી છે. જેમા સૌથી ચર્ચિત કિસ્સો લાલ કિલ્લાનો છે. વર્ષ 1972માં તત્કાલિન પીએમ ઈંદિરા ગાંધીએ લાલકિલ્લાની નીચે ટાઈમ કેપ્સ્યુલ મુકાવી હતી. જો કે થોડા વર્ષો બાદ તેને બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યારે તત્કાલિન વિપક્ષે ઈંદિરા ગાંધીની ભારે ટીકા કરી અને આરોપ લગાવ્યો હતો કે કાલ પત્રમાં ઈંદિરા ગાંધીએ તેમના પરિવારનું મહિમામંડન કર્યુ છે. આ ઉપરાંત આઈઆઈટી કાનપુર, મહાત્મા મંદિર ગાંધીનગર અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જાલંધર સહિતના સ્થળોએ પણ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application