રાજકોટમાં કાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટનો મુકાબલા

  • February 14, 2024 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડમાં આવતીકાલથી ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટનો મુકાબલો રમાનાર છે, સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે.
રાજકોટની પીચ ખાસ કરીને સ્પ્નિર્સ માટે વધુ મદદરૂપ સાબિત થશો તો બેસ્ટમેનો પણ સારી ઇનિંગ્સ રમી શકશે, અત્યાર સુધીમાં આ મેદાન ઉપર બે ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટિમ જ વિનર બની છે આથી ટોસ મહત્વપૂર્ણ સાબિત થશે. ગઈકાલે અને આજે ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટીમે મેદાનમાં નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો.
પાંચ ટેસ્ટની સિરિઝમાં ઈન્ડિયા અને ઈંગલેન્ડે એક-એક મેચ જીતી સિરિઝમાં બરાબરી કરી છે.


ઈંગ્લેન્ડની આક્રમક રમતથી વિકેટના ચાન્સ વધુ રહેશે: રવિન્દ્ર જાડેજા


આવતીકાલની ટેસ્ટ મેચને લઈને ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજાએ ટિમ ઇન્ડિયા વતી પત્રકાર પરિષદ સંબોધી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે, મારા માટે રાજકોટમાં ઘર આંગણે રમવાનો ઘણા સમય પછી મૌકો મળ્યો છે. ખંઢેરીની પીચ જયારે જયારે રમ્યો છું ત્યારે અલગ રીતે જ નિખરી છે, રવિન્દ્ર જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, ઇંગ્લેંડની ટિમ ભલે બેઝ બોલ ક્રિકેટ રમે પરંતુ અમે અમારી બોલીગ પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફરી કરીશું નહીં, સહજ રીતે જ બોલિંગના પ્લાન એક્ઝિક્યુટ કરીશું, હરીફ ટિમ આક્રમક: ક્રિકેટ રમશે તો વિકેટના વધુ ચાન્સ રહેશે તેનો અમે ફાયદો ઉઠાવીશું, આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી સંભવત સરફરાજ અને ધ્રુવ જૂંરનેલ ડેબ્યુ કરનાર હોઈ તે અંગે જાડેજા એ કહ્યું હતું કે, હોમ કન્ડિશનમાં ડેબ્યુ કરવાથી બંને યુવા બેટરોને ફાયદો મળશે તાજેતરમાં જ ઇજા માંથી ઉભરેલા રવિન્દ્ર જાડેજાએ ઉમેર્યું હતું કે, હવેથી મેદાનમાં ઇજા ન થાય તે રીતે સ્માર્ટલી ફિલ્ડિગ કરવા તરફ કોશિશ કરીશ.

અમે અમારી આક્રમક: શૈલીમાં જ રમીશું: બેન સ્ટોક્સ

ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની મહત્વની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે એ પૂર્વે ઈંગ્લેંડના કેપ્ટન બેન સ્ટોક્સએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેને કાલથી શરૂ થનાર ટેસ્ટ મેચને લઇ પોતાની ટીમની રણનીતિ અંગે વાત કરી હતી.છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરી ને બ્રેનડેમ મેકુલમ ઈંગ્લેંડ ટીમના કોચ બન્યા બાદ ટીમે ટેસ્ટ મેચમાં પોતાની રમતની શૈલી બદલાવી નાખી છે . બેસ બોલ તરીકે જાણીતી અને આક્રમક શૈલીથી ઈંગ્લેંડની ટિમ ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. ત્યારે સ્ટોકે આવતીકાલની ટેસ્ટ મેચ અગાઉ એ વાત સ્પષ્ટ કરી હતી કે અમે અમારી આક્રમક: શૈલી સાથે જ ટેસ્ટ મેચ રમીશું, અહીંની પીચ સ્પ્નિરોને મદદરૂપ છે તેમ છતાં અમે અમારી શૈલીમાં કોઈ ફેરફાર કરીશું નહીં તેવું ઇંગ્લેંડના કેપ્ટનએ કહ્યું હતું.


ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11

બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ અને જેમ્સ એન્ડરસન, ઓફ સ્પ્નિર શોએબ બશીરની જગ્યાએ ફાસ્ટ બોલર માર્ક વૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application