રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સત્તાનું સુકાન બદલ્યાને એક અઠવાડિયાનો સમય થયો છે એક અઠવાડિયામાં ઘણું ખરું બદલાઈ રહ્યું છે અને આવતા દિવસો ઘણું બદલવાની શક્યતાઓ નકારી શકાતી નથી. નવેક દિવસ પૂર્વે જઈએ તો તો તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદી જરકશી જામાંમાં માભો પાડવા માટે કોઈ કશર બાકી છોડી નહતી. એક સમયે તો ડો.ત્રિવેદી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ નહીં પણ આરોગ્ય મંત્રી હોઈ તેવો રોલો પાડતા હતા.
પ્રોટોકોલના નામે ઘરના નિયમો બનાવી આરામ દાયક સવારી માટે સરકારના નિયમને પણ મોડીફાઇ કરી સરકારી મળવા પાત્ર કાર અર્ટિગાને બદલે ઇનોવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. દરવાજો ખોલવા માટે ફરજીયાત ગાર્ડ રાખવામાં આવતા હતા. ગાર્ડ દરવાજો ખોલે એ પછી જ સિવિલ અધિક્ષક પગ નીચે મુકતા. આથી વધુ હદ તો ત્યારે થઇ કે, ઓફિસના અન્ય વિભાગના કર્મચારીને ફોટોગ્રાફીનું કામ થોપી દેવાયું હતું. હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટની વિઝીટ માટે કોઈ આવે તો ફરજીયાત તેમનું ફોટો શેસન કરવાનું. આ ઉપરાંત હોસ્પિટલમાં મિટિંગ મળે કે રાઉન્ડમાં નીકળે ત્યારે તેના ફોટા પડાવવાનું સુપ્રિટેન્ડેન્ટ ભૂલતા નહતા. ડો.ત્રિવેદી કોઈ પરિચિતના બર્થ-ડે પાર્ટી કે લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમમાં મહેમાન બનીને જાય તો હોસ્પિટલના કર્મચારી કમ ફોટોગ્રાફરે ત્યાં પણ તેની સાથે જઈ સાહેબના એક એક મુવમેન્ટના ફોટો ક્લિક કરવાના ફરજીયાત હતા. ફોટોના શોખીન ડો.ત્રિવેદી ક્ષણવારમાં તો ફેસબુક ઉપર અપલોડ પણ કરી દેતા હતા. સોશિયલ મીડિયામાં થોડી જાજી લાઈક કે કોમેન્ટ આવે એટલે સાહેબ રાજી રાજી આ રાજીપો રાખવા માટે હોસ્પિટલના ત્રણ કર્મચારીઓનું રીતસર શોષણ કરવામાં આવી રહ્યું હતું. સરકારી કારના ડ્રાયવર, ઓફિસ સિક્યોરિટી ગાર્ડ, અને ફાયર સેફટી કર્મી કમ ફોટોગ્રાફર આ ત્રણેયનો તેની નોકરીના સમયથી વધુ સમય બોલાવવામાં આવતા હતા બીજી બાજુ મજબુર કર્મચારીઓ પણ નોકરીની બીકે સુપ્રિટેન્ડેન્ટ જયારે બોલાવે ત્યારે હાજર રહેવું પડતું હતું.
તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદી મેન પાવરનો જ નહીં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની નેમ પ્લેટ સાથેની સરકારી કારનો પણ ભરપૂર રીતે પ્રાઇવેટ ઉપયોગ કર્યો છે. ડો.ત્રિવેદીનો સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ઠાઠ આરોગ્ય મંત્રી કે વિભાગના અધિક સચિવને પણ ઝાખો પાડતો હતો.
મુખ્યમંત્રી, મંત્રીની જેમ ડો.ત્રિવેદીના કાર્યક્રમની પરેખાનું લિસ્ટ તૈયાર કરવામાં આવતું
મુખ્યમંત્રી, મંત્રી કે સચિવ કક્ષાના અધિકારીઓને ક્યાં અને ક્યારે કાર્યક્રમમાં જવાનું છે એ સ્થળ, સમય સહિતની કાર્યક્રમની રૂપરેખા દશર્વિતી એક યાદી જે તે વિભાગ કે સાથે સંલગ્ન વ્યક્તિના સંકલન માટે પર્શનલ સેક્ર્ટરી દ્વારા ઓફિસમાંથી તૈયાર કરવામાં આવતી હોઈ છે. તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેડેન્ટને પણ નેતા જેવો રોગ લાગુ પડી ગયો હોઈ તેમ પોતાને સરકારી તો ઠીક પર્શનલ ક્યાં પ્રંસગોમાં હાજરી આપવા જવાનું છે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવતી હતી અને આ રૂપરેખાનું લિસ્ટ તૈયાર થઇ જાય એટલે કમાન્ડો, ફોટોગાફર અને ડ્રાઈવરને ઓફિસ સેકેટરી દ્વારા આપી દઈ રુઆબ સાથે સમયે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવતી હતી.
પરેખાની યાદીમાં સરકારી નહીં પ્રાઇવેટ કાર્યક્રમો વધુ
ડો.ત્રિવેદીની સૂચનાથી અને મહિલા ઓફિસ સેક્રેટરીના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરતું લિસ્ટ આજકાલને મળ્યા છે. આ લિસ્ટમાં આરોગ્ય કે સરકારી કાર્યક્રમતો એકલ દોકલ છે પણ યજ્ઞપવીત સંસ્કાર, રિસેપ્શન, ખાનગી કોલેજની લાઇટિંગ લેમ્પ સેરેમની, લગ્ન પ્રસંગ, ગૃહ પ્રવેશ જેવા કાર્યક્ર્મોનો સમાવેશ થાય છે. ત્યારે સુપ્રિન્ટેન્ડેન્ટનું ખુરસીમાં બેસી સરકારી વાહન, સરકારી માણસોનો કેટલી હદે દૂર ઉપયોગ કર્યો એ અહીં સ્પષ્ટ થઇ રહયું છે.
ડ્રાઈવર, કમાન્ડો, ફોટોગ્રાફર પોતાના ખર્ચે કાર્યક્રમ સ્થળે પહોંચતા
તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ કર્મચારીના શોષણની પણ એક હદ વટાવી હતી, પોતે જે પ્રાઇવેટ કાર્યક્રમમાં જવાનું હોઈ ત્યારે ડ્રાઈવરે ઓવર ટાઈમમાં પણ પોતાનું વાહન લઈ ડો,ત્રિવેદીના ઘરે અને કમાન્ડો અને ફોટોગ્રાફરને જે તે સ્થળે પહોંચવાનું રહેતું હતું. પછી સ્થળ ગમે તેટલું દૂર કેમ ન હોઈ, આ માટે ડ્રાઈવર, કમાન્ડો અને ફોટોગાફરને પેટ્રોલના કે જમવાના પૈસા પણ આપવામાં નહતા તેમ ચોક્કસ સૂત્રોએ જણાવ્યું હતું. ડો.ત્રિવેદી ઘર પૂજાનું આમંત્રણ હોઈ કે બર્થ-ડે પાર્ટી નિમંત્રિતને ત્યાં જવાનું ક્યારેય ચુકતા ન હતા. અને તેના ફોટો થોડી જ વારમાં ફેસબુકમાં દ્રશ્યમાન થતા હતા. કેટલાક લોકોને સુપ્રિટેન્ડેન્ટ ક્યાં છે એ ફોન કરવો નહતો પડતો ફેસબુકમાં ફોટો જોઈને જ જાણકારી મેળવી લેતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech