પોરબંદરમાં નવરાત્રિ દરમિયાન જ માતાજીના મંદિર માટે રાખેલા રૂપિયાની થઇ ચોરી

  • October 11, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં હાલ નવરાત્રિના દિવસો દરમિયાન જ માતાજીના મંદિરના રંગરોગાન માટે રાખવામાં આવેલ ‚પિયાની ચોરી થતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના નવી ખડપીઠ પાછળ રહેતા ભાવનાબેન વિજયભાઇ સોલંકી નામના ૫૫ વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાણાવાવ ખાતે તેમના સંકેત માતાજીના મઢે દર્શન કરવા અને મંદિરનું કલરકામ કરવાનુ હોવાથી સમાજના બધા માણસોએ થોડા થોડા ‚પિયા એકત્ર કરીને આપવાના હોય છે તેથી ભાવનાબેનનો દીકરો કરણ ફ્રૂટનો વેપાર કરીને તેના પૈસા પણ આપતો હતો. આથી ઘરે લોખંડની પેટીમાં પર્સ રાખ્યુ હતુ જેમાં પોતે રકમ એકત્ર કરતી હતી. તા. ૮-૧ના સાંજે ૮૦૦૦ ‚ા. ફ્રૂટના આપ્યા હતા તે અને અગાઉના જમા થયેલ સહિત ૭૫,૦૦૦ ‚ા. રાખેલ હતા અને એ પર્સ પેટીમાં મૂકીને તાળુ મારી દીધુ હતુ. ત્યારબાદ પૈસાની જ‚રિયાત ઉભી થતા ભાવનાબેને તાળુ ખોલીને પર્સમાં જોતા ૭૫ હજાર ‚પિયા ગુમ થઇ ગયા હતા. ઘરના સભ્યની પૂછપરછ કરતા કોઇએ ‚પિયા લીધા નહી હોવાનુ જણાવ્યુ હતુ તેથી અજાણ્યા ચોરે આ ૭૫ હજાર ‚પિયા ચોરી લીધાનો ગુન્હો દાખલ કરાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News