ચોર મચાયે શોર: બે મકાનને નિશાન બનાવી રૂપિયા 2.18 લાખની ચોરી

  • October 11, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં તહેવાર સમયે તસ્કર ટોળકી સક્રીય થઇ હોય તેમ અલગ-અલગ બે સ્થળે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.2.18 લાખની મત્તા ઉસેડી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે.શહેરના ભગવતીપરા વિસ્તારમાં સફાઇ કામદારના બંધ મકાનમાંથી રૂ.1.37 લાખની ચોરી કરી હતી.જયારે માડાડુંગર પાસે માધવ વાટીકા સોસાયટીમાં કારખાનેદારના બંધ મકાનમાંથી રૂ.81,500 ની મત્તા ઉસેડી લીધી હતી.
ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટીમાં શેરી નં.6 માં રહેતા મહેન્દ્રભાઇ ચંદુભાઇ વાઘેલા(ઉ.વ 40) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે.
ફરિયાદમાં જણા્વ્યું હતું કે, તા. 10/9 ના રોજ સાંજના સાત વાગ્યા આસપાસ ફરિયાદી તેમના પત્ની અને પુત્રની તબીયત સારી ન હોય જેથી તેઓ ઠક્કરબાપા વાલ્મિકીવાસમાં તેમના પિતાના ઘરે ગયા હતાં.તા. 11/9 ફરિયાદી તથા તેમના પત્ની અહીં ઘરે આવતા ડેલીના તાળાનો નકુચો તુટેલો હોય ઘરમાં આવતા મેઇન દરવાજાના તાળાનો નકુચો તુટેલો હોય અને સામાન વેરવિખેર હોય ચોરી થયાની શંકા ગઇ હતી.બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ઘરમાં તિજોરીમાં રાખેલો સોનાનો નાનો હાર તથા હારની બુટ્ટી અઢી તોલા જેની કિંમત રૂપિયા 75000 તથા સોનાનો ચેન, દોઢ તોલા જેની કિંમત રૂપિયા 45000, મંગળસૂત્ર કિંમત રૂપિયા 15000 અને ચાંદીના નજરીયા સહિત કુલ રૂપિયા 1.37 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
જે તે સમયે ફરિયાદીના પિતાની તબિયત સારી ન હોય અને થોડા દિવસો પહેલા તેમનું અવસાન થયું હોય જેથી તેઓ તેની અંતિમવિધિમાં રોકાયા હતા અને બાદમાં હવે ચોરીની આ ઘટના અંગે તેમણે ફરિયાદ નોંધાવી છે. જેમાં તારીખ 10/9 થી તારીખ 11/9 ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી રૂપિયા 1.37 લાખની મત્તા ચોરી કરી ગયાનું જણાવ્યું છે.
ચોરીના અન્ય બનાવવા માડાડુંગર પાસે માધવવાટિકા સોસાયટી શેરી નંબર 4 માં રહેતા દિનેશભાઈ ઉકાભાઇ વેકરીયા(ઉ.વ 45) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં પરિવાર સાથે રહે છે અને આરતી ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર 2 માં આવેલા ખોડલ મેટલ નામનું કારખાનું રાખી અહીં જોબ વર્ક કરે છે.
ગત તારીખ 8-9 -2024 ના તે તથા તેમના પત્ની અને પુત્ર સાંજના છ વાગ્યા આસપાસ કરે મારી ગિરનારી આશ્રમ લોધીકા ખાતે ગયા હતા. તારીખ 10/9/2024 ના સવારે 11:00 વાગ્યે પાડોશી વષર્બિેને જાણ કરી હતી કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે તમે હાજર છો કે નહીં જેથી તેમણે વષર્બિેનન પોતે લોધીકા હોવાનું કહેતા વષર્બિેને અહીં ઘરે જઈ જોતા ઘરનું તાળું તૂટેલું હતું અને તેની જાણ કરી હતી. બાદમાં ફરિયાદી અહીં ઘરે આવ્યા હતા અને ઘરે આવી જોતા સામાન્ય વેરવિખેર હોય કબાટના દરવાજા ખુલ્લા હોય કબાટની તિજોરી તૂટેલી જોવા મળી હતી જેમાં રાખેલ સોનાની બુટ્ટી ઘડિયાળ અને રોકડ રૂપિયા 65,000 સહિત કુલ રૂપિયા 81,500 ની મત્તાની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત અહીં માધવ વાટિકા સોસાયટી વિસ્તારમાં જ શેરી નંબર પાંચમાં રહેતા વિનોદભાઈ શ્રીરામ શ્રીરામશ્રય રામ(ઉ.વ 30) નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી કે તેણે ઘર પાસે શેરીમાં પોતાનું બાઈક હેન્ડલ લોક કરી રાખ્યું હતું. બાદમાં સવારે છ વાગ્યા આસપાસ તેને પોતાના પિતાને લોઠડા મુકવા જવાનું હોય જેથી ઘર બહાર નીકળી જોતા તેનું આ બાઈક જોવા મળ્યું ન હતું આમ તેના રૂ.35,000 ના કિંમતના બાઈકની રાત્રીના અંતે કોઈ ચોરી કરી ગયા અને ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application