જામજોધપુર, લાલપુર અને જામનગર તાલુકા ગ્રામ્ય પંથકમાં સઘન વિજચેકીંગ બાદ ર4.31 લાખની વિજચોરી પકડી લેવાઇ: 8પ સ્થળોએ ઝડપાઇ ગેરરીતિ: બે કોમર્શીયલ અને મોટાભાગે રેસીડેન્સીયલ કનેકશનોમાં ચોરીઓ મળી આવી: આગળ વધશે ઓપરેશન
ટી એન્ડ ડી લોસમાં ગુજરાતભરમાં જામનગર સૌથી આગળ રહે છે જેના પરથી સ્વભાવિક રીતે એવું સામે આવે છે કે, જે સપ્લાય થાય છે તેના પ્રમાણમાં ચાર્જ મેળવી શકાતો નથી અને ખાસ કરીને મોટા પ્રમાણમાં વિજ ચોરી થતી હોવાનું સમજી શકાય છે, આ જ કારણે કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં વિજ ચોરી પકડવા માટેના ઓપરેશન પીજીવીસીએલ અને તેની વિજીલન્સ દ્વારા અવારનવાર થતાં રહે છે, હજુ બે સપ્તાહ પહેલા જ એકધારા છ દિવસ સુધી વિજ ચોરી પકડવા માટેનું ઓપરેશન જામનગર-દ્વારકા જિલ્લામાં ચાલું હતું અને ફરી જામનગર જિલ્લામાં આ ઓપરેશન શ થયું છે. ત્રણ તાલુકા વિસ્તારમાંથી ા.24.31 લાખની વિજચોરી પકડી લેવામાં આવી છે અને અહીં જ આ ઓપરેશન પુ થશે નહીં પરંતુ ચોકકસ સ્થળોને ટાર્ગેટ બનાવીને વિજ ચોરી પકડવા માટે ઓપરેશન આગળ વધશે.
વિજકંપની દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર અને જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં 41 ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 8પ સ્થળોએથી ા. ર4.31 લાખની વિજચોરી ઝડપાઇ જવા પામી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર અને જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વિજકંપની દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જામજોધપુર તાલુકાના બાલવા, ચૂર, વસંતપુર, ઇશ્ર્વરીયા, વેરાવળ, લાલપુર તાલુકાના મુરીલા, મેમાણા, ગજના, જામનગર તાલુકાના દડીયા, મોખાણા, લાવડીયા, ઢંઢા, કનસુમરા અને મસીતીયા સહિતના ગામોમાં ચેકીંગ હાથ ધરાવતા મોટાપાયે ગેરરીતિ જણાઇ હતી અને કુલ 8પ સ્થળોએથી ા.ર4.31 લાખની વિજચોરી ઝડપાઇ જવા પામી હતી.
વિજકંપની દ્વારા કુલ 4ર1 સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકી 8પ સ્થળોએ ગેરરીતિ ઝડપાઇ હતી અને ા. ર4.31 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા, આ વિજચોરીથી સમગ્ર જિલ્લાના વિજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં વિજ ચોરી પકડવાના ઓપરેશન દરમ્યાન અનેક વખત લોકો અને ચેકીંગ કરવા આવેલી ટીમ વચ્ચે ઘર્ષણ થયા હતાં એ પછી વિજ ચોરી દરમ્યાન પોલીસ, એકસ આર્મીમેન, મહીલા પોલીસ સહિતનું રક્ષણ ટીમોને આપવામાં આવે છે અને હવે દરેક સ્થળે આ જ રીતે રક્ષણ સાથે વિજ ચોરીના ઓપરેશન ચાલે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીએ મહાકુંભમાં પુત્રના લગ્નની તારીખ જાહેર કરી, જાણો ક્યારે થશે જીતના લગ્ન
January 21, 2025 04:21 PMગૌતમ અદાણીએ મહાકુંભમાં મહાપ્રસાદ બનાવી શ્રદ્ધાળુઓને પીરસ્યો, સંગમમાં લગાવશે ડૂબકી, જુઓ વીડિયો
January 21, 2025 04:01 PMહિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર, જાણો કેટલા દર્દીઓએ લાભ લીધો
January 21, 2025 03:54 PMદેશમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન ૧૦૦ કરોડને પાર, પાંચ મહિનામાં આંકડો બમણો થયો
January 21, 2025 03:36 PMજેતપુર શહેરમાં બપોરે ભેદી ધડાકા સંભળાતા લોકો ઘર બહાર દોડી ગયા
January 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech