102 સ્થળેથી પીજીવીસીએલની ચેકીંગ ટુકડીઓ દ્વારા ગેરરીતી પકડવામાં આવી
છેલ્લા ઘણા દિવસોથી પીજીવીસીએલ દ્વારા જામનગર જિલ્લામાં વિજ ચોરીને અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે ગઇકાલે તા.11-10-24ના રોજ જામનગરમાં રણજીતસાગર રોડ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં, તેમાં લગભગ 54.85 લાખની વિજ ચોરી પકડાઇ છે અને આગળ વધુ કાર્યવાહી કરાશે, ભવિષ્યમાં વિજ ચોરી અંગે વધુ દરોડા પાડી વિજ ચોરી કરનાર ગ્રાહકોને પકડવામાં આવશે.
ગઇકાલે પીજીવીસીએલ દ્વારા જામનગર જિલ્લામાં દરોડા પડાયા હતાં, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ હર્ષદમીલની ચાલી, નિલકંઠનગર, સાધનાકોલોની, કિશાન ચોક, જેલ રોડ, પવનચકકી, કાલાવડ નાકા બહારની સોસાયટી, હાપા માર્કેટીંગ યાર્ડ એરીયા તેમજ જામનગર શહેરમાં અમુક વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચોરી પકડાઇ છે. પીજીવીસીએલના અધિકારીઓ સાથે એકસમેન 13, પોલીસ જવાન 11 તેમજ એસઆરપી જવાન 14 સાથે રાખીને દરોડા પડાયા હતાં.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વેરાવળ ગામડે હોથીજી ખડબા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચોરી પકડાઇ છે જયારે જામનગર તાલુકાના ચેલા, ચંગા અને દરેડ ગામડા વિસ્તારમાં પોલીસ અધિકારીઓને સાથે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા દરોડા પડાયા છે અને લગભગ 709 જેટલા ઘરોનું વિજ જોડાણ ચેક કરાયું છે તેમાંથી 102 જેટલા વિજ ચોરી કરનાર ગ્રાહકો પકડાયા છે, આ દરોડામાં 41 જેટલી પીજીવીસીએલની ટીમો કાર્યરત હતી જેના તમામ સાથે મળીને લગભગ 54.85 લાખની વિજ ચોરી પકડાઇ છે. પીજીવીસીએલના અધિકારી દ્વારા ભવિષ્યમાં વિજ ચોરી કરનાર ગ્રાહકોને પકડવાની ખાતરી અપાઇ છે અને ભવિષ્યમાં વધુ દરોડા પાડી વિજ ચોરી રોકાશે તેવું જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech